Home> Technology
Advertisement
Prev
Next

WhatsApp એ પ્રાઈવેસી પોલિસી પર માર્યો યૂ-ટર્ન, કહ્યું- નહીં ડિલીટ થયા એક પણ એકાઉન્ટ

દુનિયાની સૌથી મોટી મેસેન્જર સેવા આપતી કંપની વોટ્સએપએ ભારતમાં 15 મેથી લાગુ થતી નવી પ્રાઈવેસી પોલિસી હાલ ટાળી છે. કંપનીએ પ્રાઈવેસી પોલિસીને લાગુ કરવાની નવી તારીખની જાહેરાત કરી નથી

WhatsApp એ પ્રાઈવેસી પોલિસી પર માર્યો યૂ-ટર્ન, કહ્યું- નહીં ડિલીટ થયા એક પણ એકાઉન્ટ

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી મેસેન્જર સેવા આપતી કંપની વોટ્સએપએ ભારતમાં 15 મેથી લાગુ થતી નવી પ્રાઈવેસી પોલિસી હાલ ટાળી છે. કંપનીએ પ્રાઈવેસી પોલિસીને લાગુ કરવાની નવી તારીખની જાહેરાત કરી નથી. કંપનીએ શુક્રવારના કહ્યું કે નવી પોલીસીને સ્વીકાર ન કરનારનું એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે નહીં.

યૂઝર્સને રીમાઇન્ડર્સ મોકલવાનું ચાલુ રહેશે
આ નિવેદનમાં, વોટ્સએપએ કહ્યું છે કે નવી પ્રાઈવેસી પોલિસીને સ્વીકારવા યૂઝર્સને રિમાઇન્ડર્સ મોકલવાનું ચાલુ રાખશે. આ પ્રક્રિયા આગામી કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહેશે. અગાઉ આ નવી પ્રાઈવેસી પોલિસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી. પરંતુ વિવાદ વધ્યા પછી તેને 15 મે સુધી મુલતવી રાખવામાં આવી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ અંગે અહેવાલ આપ્યો છે.

વોટ્સએપની નવી પોલિસી શું છે?
વોટ્સએપ યૂઝર્સ જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરે છે. કંપની તેનો ઉપયોગ કોઈપણ જગ્યાએ કરી શકે છે. કંપની તે ડેટા પણ શેર કરી શકે છે. કંપનીએ કહ્યું હતું કે 15 મે સુધીમાં, જેમણે તેને સ્વીકાર્યું નથી તેમના ખાતાને કાઢી નાખવામાં આવશે. જો કે, કંપનીએ યુ-ટર્ન માર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More