">
Home> Technology
Advertisement
Prev
Next

UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી, લાંબા સમયથી સુવિધા માગી રહ્યા હતા યૂઝર

Paytm UPI Lite: પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટિડે નાની કિંમતના યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. તેનાથી તમે યૂપીઆઈ પીન નાંખ્યા વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકો છો.

UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી, લાંબા સમયથી સુવિધા માગી રહ્યા હતા યૂઝર

Paytm UPI Lite: યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે યૂપીઆઈ હાલના વર્ષોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા ડિજિટલ પેમેન્ટ મોડના રૂપમાં વિકસિત થયું છે. નાના-નાના યૂપીઆઈ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2022માં યૂપીઆઈ લાઈટ ફીચર રજૂ કર્યુ હતું. હવે આ ફીચરને પેટીએમે પણ પોતાના યૂઝર્સ માટે રજૂ કરી દીધા છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તમારે 200 રૂપિયા સુધીના યૂપીઆઈ પેમેન્ટ માટે 4 કે 6 આંકડાનો પિન નહીં નાંખવો પડે. 

પેટીએમ પેમેન્ટ્સ બેક લિમિટેડે નાની કિંમતવાળા યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે આ ફીચર દ્વારા યૂઝર્સ સિંગલ ક્લિકમાં ઝડપથી રિયલ ટાઈમ ટ્રાન્જેક્શન કરી શકશે. પીપીબીએલ યૂપીઆઈ લાઈટ ફીચર લોન્ચ કરનારી પહેલી પેમેન્ટ્સ બેંક છે.

હવે નાના-નાના ટ્રાન્જેક્શનથી પાસબુક નહીં ભરાય:
આ ફીચરની ખાસ વાત એ છેકે હવે રોજ થનારા નાના-નાના ટ્રાન્જેક્શનથી બેંકની પાસબુક નહીં ભરાય. આ ટ્રાન્જેક્શન હવે માત્ર પેટીએમ બેલેન્સ અને હિસ્ટ્રી સેક્શનમાં જ જોવા મળશે.

200 રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન નહીં નાંખવો પડે:
પેટીએમ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા પ્રમાણે એકવાર લોડ થઈ ગયા પછી યૂપીઆઈ લાઈટ વોલેટ યૂઝર્સને 200 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન પર પિન નાંખવાની જરૂર નહીં રહે. તેમાં પેમેન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બની જશે. યૂપીઆઈ લાઈટમાં મહત્તમ 2000 રૂપિયા 2 દિવસમાં 2 વખત એડ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ વીતેલા દિવસમાં મહત્તમ 4000 રૂપિયાનું પેમેન્ટ કરી શકો છો. જોકે આ ફીચર્સ બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી.

આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
મદદના નામે નાપાક હરકત, તુર્કીએ ગયા વર્ષે મોકલેલી રાહત સામગ્રી જ પાકે પાછી ફટકારી!
અમદાવાદની ચમક વઘશે, આ બ્રિજને લાંબો કરવાનો છૂટ્યો આદેશ, હવે નહિ થાય ટ્રાફિક જામ

fallbacks

Paytm માં UPI Liteને કેવી રીતે એક્ટિવેટ કરશો:
1. સૌથી પહેલા Paytm એપ અપડેટ કરો.
2. હવે Paytm એપ ખોલો
3. તે પછી Paytm હોમ પેજની ઉપર ડાબી બાજુએ પ્રોફાઈલ પર ટેપ કરો.
4. હવે UPI અને ચુકવણી સેટિંગ્સ પર ક્લિક કરો અને અન્ય સેટિંગ્સમાં UPI LITE પર ટેપ કરો
5.  UPI LITE માટે એલિજિબલ બેંક ખાતું પસંદ કરો
6. UPI LITEમાં જોડનારી રકમ એડ મની ટુ એક્ટિવેટ યૂપીઆઈ લાઈટ પેજ પર મૂકો
7.  UPI PIN દાખલ કરીને તેને માન્ય કરો. આ રીતે UPI Lite એકાઉન્ટ બની જશે
8.  એકવાર UPI LITE એકાઉન્ટ બની જાય, પછી તમે તમારો PIN દાખલ કર્યા વિના વધુ UPI ચૂકવણી કરી શકો છો.

આ પણ વાંયો:
રાહુલને તક આપી કેમ પસ્તાયો રોહિત? ગ્રાઉન્ડમાં જે થયું એ જોઈ ગયો કેપ્ટનનો પિત્તો
ખેડૂતો માટે મોટી ખુશીના સમાચાર, વ્યાજ વિના 5 લાખ રૂપિયાની લોન આપશે સરકાર
બાપરે...ચીનમાં વધુ એક ધનકુબેર ગુમ! વાત જાહેર થતા જ પડી ગયા કંપનીના 'પાટિયા'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More