Home> Technology
Advertisement
Prev
Next

સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર! Fiat લાવી રહી છે Panda EV જેને ઘરે જ કરી શકો છો કસ્ટમાઇઝ

ફિયાટ ઇચ્છે છે કે તેમની નેકસ્ટ જનરેશન પાન્ડા સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બને, એટલે કે ઓછામાં ઓછી યુરોપની એન્ટ્રી લેવલની ઇલેક્ટ્રિક કાર. ફિયાટ બ્રાન્ડના પ્રેસિડેન્ટ ઓલિવર ફ્રેંન્કોઈસે કહ્યું, "કોઇ સુતેલા રાક્ષસને જગાડો. આ મારો ચોક્કસ દ્રષ્ટિકોણ છે. અમે તો હજુ સુધી રાક્ષસને જગાડવાનું શરૂ કર્યું નથી."

સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર! Fiat લાવી રહી છે Panda EV જેને ઘરે જ કરી શકો છો કસ્ટમાઇઝ

નવી દિલ્હી: Fiatએ 2021માં ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવ્યો હતો અને હવે કંપની ઈલેક્ટ્રિક પાવરટ્રેનને ઘણી આગળ લઈ આવી છે. ફિયાટ ઇચ્છે છે કે તેમની નેકસ્ટ જનરેશન પાન્ડા સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બને, એટલે કે ઓછામાં ઓછી યુરોપની એન્ટ્રી લેવલની ઇલેક્ટ્રિક કાર. ફિયાટ બ્રાન્ડના પ્રેસિડેન્ટ ઓલિવર ફ્રેંન્કોઈસે કહ્યું, "કોઇ સુતેલા રાક્ષસને જગાડો. આ મારો ચોક્કસ દ્રષ્ટિકોણ છે. અમે તો હજુ સુધી રાક્ષસને જગાડવાનું શરૂ કર્યું નથી."

કારની અંદરની એસેસરીઝ બદલી શકાય છે
Fiatએ વધુ જાણકારી આપતાં, જણાવ્યું કે નવી ઈલેક્ટ્રિક હેચબેકની ડિઝાઈન ખૂબ જ મોડ્યુલર બનાવવામાં આવી છે. આ સાથે, 4 રૂફ કવર, 4 બમ્પર, 4 વ્હીલ રેપ્સ અને 4 પેઇન્ટ રેપનો વિકલ્પ આપવામાં આવશે. કારની અંદરની એક્સેસરીઝને બદલી શકાય છે અને પ્લગ-એન્ડ-પ્લે મોડમાં પણ ઇન્સ્ટોલ કરી શકાય છે, જેમાં ક્લસ્ટરથી લઈને સ્ટોરેજ પોકેટ્સ અને ચાઈલ્ડ સીટ સાથેની સીટોનો સમાવેશ થાય છે. એક્સટીરિયર્સ રેપ કરી શકાય છે, બમ્પર કસ્ટમાઈઝ કરી શકાય છે અને મૌસમ અનુસાર અથવા તમારી પોતાની જરૂરિયાતો અનુસાર રૂફ કવર ઉપલબ્ધ થશે.

ધમાલ મચાવવા આવી રહ્યો છે Redmi નો ધુઆંધાર Smartphone, લોન્ચ પહેલાં Leak થયા ફીચર્સ અને ડિઝાઇન

ટોપ મોડલ 500eની કિંમત 30,000 યુરો હશે
કંપનીએ એમ પણ કહ્યું કે મોબાઇલ ફોન અથવા ટેબલેટ રાખવા માટે કેબિનમાં એડજસ્ટેબલ ડોક મળશે, જેમાં તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટને પ્લગ કરીને તેનો ઉપયોગ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન તરીકે કરી શકાય છે. ઓલિવરે કહ્યું કે Fiat Panda EV ના ટોપ મોડલ 500eની કિંમત 30,000 યુરો (લગભગ 25 લાખ રૂપિયા) હશે.

ભારતમાં તેનાથી અડધી કિંમતની સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક કાર
આ કિંમત આ કારને માત્ર વિદેશી બજારોમાં સૌથી સસ્તી શ્રેણીમાં ઊભી કરી શકે છે. ભારતમાં આની અડધી કિંમતમાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે, જે હેચબેક નથી પરંતુ ઈલેક્ટ્રિક કોમ્પેક્ટ સેડાન છે અને ટાટા તરફથી આવે છે. તેનું નામ Tigor EV છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More