Home> Technology
Advertisement
Prev
Next

Twitter લાવ્યું ધમાકેદાર ફીચર, Tweet કરતા જ Instagram અને Snapchat પર આપોઆપ થશે પોસ્ટ

Twitter Access: ટ્વિટર એક જોરદાર ફીચર લાવ્યું છે, જે યુઝર્સને ઘણું પસંદ આવ્યું હતું, ત્યારબાદ હવે કંપની વધુ એક નવું ફીચર લઇને આવી છે જે મલ્ટી સોશિયલ મીડિયા પર શેર કરવાની પરવાનગી આપશે.

Twitter લાવ્યું ધમાકેદાર ફીચર, Tweet કરતા જ Instagram અને Snapchat પર આપોઆપ થશે પોસ્ટ

Twitter New Feature: Twitter એ ગુરૂવારના સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સીધી ટ્વીટ ક્રોસ-પોસ્ટ કરવાની એક નવી સુવિધાની જાહેરાત કરી. આ ફીચર આઇઓએસમાં પહેલાથી ઉપલબ્ધ છે અને હવે એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ ડેબ્યૂ કરી રહ્યા છે. ટ્વિટરે લિન્ક્ડઇનને એન્ડ્રોઈડ અને આઇઓએસ બંને પર ટ્વીટ્સનું શેરિંગ પણ ઉમેરવામાં આવ્યું છે.

શું છે તેની પ્રોસેસ
જે યુઝર્સે તેમના ટ્વિટર એકાઉન્ટને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કર્યું છે, તે હવે સીધા તેમના ટ્વીટ્સને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને સ્નેપચેટ પર શેર કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ માટે માત્ર શેર બટન પર ટેપ કરો, પછી ઇન્સ્ટાગ્રામ આઇકોન પર ટેપ કરો અને આટલું જ કરવાથી તમારું કામ થઈ જશે. સ્નેપચેટ અને લિન્ક્ડઇન માટે પ્રક્રિયા એક જેવી છે. ટ્વિટર પહેલાથી જ યુઝર્સને ફેસબુક ન્યૂઝ ફીડ, ફેસબુક ગ્રુપ, મેસેન્જર ચેટ, જીમેઇલ ચેટ, ટેલીગ્રામ અને સિગ્નલ પર ટ્વીટ શેર કરવાની પરવાનગી આપે છે.

આ પણ વાંચો:- હવે રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને છેડાયુ શાબ્દિક યુદ્ધ, શું છે સમગ્ર મામલો

ટ્વિટરે તાજેતરમાં શરૂ કર્યું આ ફીચર
તમને જણાવી દઈએ કે, ટ્વિટરે તાજેતરમાં યુઝર્સ માટે ટ્વીટ એડિટ બટનની જાહેરાત કરી છે, માત્ર બ્લૂ ટિક યુઝર્સ સૌથી પહેલા તેનો લાભ મળેવી શકશે. આ ઉપયોગકર્તાઓને ટ્વીટ પબ્લિશ થયા બાદ તેમના ટ્વીટને એડિટ કરવાની પરવાનગી આપે છે. જોકે, આ ટ્વીટ્સને સુધારવા માટે એક સમય સીમા હશે. કંપનીનું કહેવું છે કે ઉપયોગકર્તા તેમના ટ્વીટને પબ્લિશ થયાના 30 મિનિટમાં ટ્વીટ્સને ઘણી વખત સુધારવા માટે સક્ષમ હશે. તે સંપાદિત ટ્વીટ છે તે જાણવા માટે તે આઇકોન, ટાઇમસ્ટેમ્પ અને લેબલ સાથે દેખાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More