Home> Technology
Advertisement
Prev
Next

Toyota ની આ કારે સિંગલ હાઈડ્રોજન ફિલિંગમાં 1360 કિમી ચાલી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ! શું તમારે આવી ગાડી લેવી છે?

Toyota Mirai sets Guinness World Record: ઈલેક્ટ્રિક વાહનો અત્યારે ઓટોમોટિવ ઉદ્યોગમાં સૌથી મોટા ચર્ચાનો વિષય છે. જો કે, જાપાનની અગ્રણી ઓટોમેકર ટોયોટા (Toyota)એ તેના ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રિક વ્હીકલ મિરાઈ (Mirai) સાથે જબરદસ્ત પ્રદર્શ કર્યું છે. હાઈડ્રોજનથી ચાલતી 2021 ટોયોટા મિરાઈએ રિફ્યુઅલિંગ વગર ફ્યુઅલ સેલ વાહનથી સૌથી લાંબા અંતર સુધી કાર ચાલતી હોવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Toyota ની આ કારે સિંગલ હાઈડ્રોજન ફિલિંગમાં 1360 કિમી ચાલી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ! શું તમારે આવી ગાડી લેવી છે?

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક વાહનો અત્યારે ઓટોમોટિવ ઉદ્યોગમાં સૌથી મોટા ચર્ચાનો વિષય છે. જો કે, જાપાનની અગ્રણી ઓટોમેકર ટોયોટા (Toyota)એ તેના ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રિક વ્હીકલ મિરાઈ (Mirai) સાથે જબરદસ્ત પ્રદર્શ કર્યું છે. હાઈડ્રોજનથી ચાલતી 2021 ટોયોટા મિરાઈએ રિફ્યુઅલિંગ વગર ફ્યુઅલ સેલ વાહનથી સૌથી લાંબા અંતર સુધી કાર ચાલતી હોવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ટોયોટાની હાઈડ્રોજનથી ચાલતી મિરાઈએ દક્ષિણ કેલિફોર્નિયાના રાઉન્ડટ્રીપ પ્રવાસ દરમિયાન એક સિંગલ, 5 મિનિટના સંપૂર્ણ ફ્યુલ ફિલિંગમાં 1360 કિમીનું અંતર કાપ્યું હતું. આ રેકોર્ડને પૂર્ણ કરવામાં બે દિવસ લાગ્યા. ગિનીસ વર્લ્ડ રેકોર્ડે આ પ્રક્રિયાને બારીકાઈથી નજર રાખી હતી. 5 મિનિટમાં ફુલ ટેન્ક રિફ્યુઅલિંગ કર્યા પછી, મિરાઈની ટાંકી સીલ કરવામાં આવી હતી અને અધિકારીએ મુસાફરીની શરૂઆત અને અંતમાં બંનેની પુષ્ટિ કરી હતી. 2021 ટોયોટા મિરાઈને પ્રોફેશનલ ડ્રાઈવર વેઈન ગેર્ડેસ(Wayne Gerdes) અને કો-ડ્રાઈવર બોબ વિંગર(Bob Winger)એ ચલાવી હતી. 

પહેલા દિવસે 761 કિમી ચાલી કાર-
2 દિવસીય યાત્રા 23 ઓગસ્ટ, 2021ના કેલિફોર્નિયાના ગાર્ડેનામાં ટોયોટા ટેક્નિકલ સેન્ટર ખાતે શરૂ થઈ. અહીં ટોયોટાનું ફ્યુલ સેલ ડેવલોપમેન્ટ ગ્રુપ ઉપસ્થિત છે. પહેલા દિવસે આ કારે દક્ષિણ તરફ યાત્રા કરી અને ત્યારબાદ ઉત્તરમાં સાંતા બારબરા નીકળી. આ દરમિયાન કારે પ્રશાંત કિનારે રાજમાર્ગથી સાંતા મોનિકા અને મેલિબુ સમુદ્ર કિનારે થઈ પ્રવાસ કર્યો. ચાલકોએ GPS દ્વારા 761 કિલોમીટરની યાત્રા નોટ ડાઉન કરી અને બાદમાં ટોયોટા ટેક્નિકલ સેન્ટર પરત ફર્યા.

બીજા દિવસે કારે 600 કિમીનો પ્રવાસ કર્યો-
બીજા દિવસે આ કારની મદદથી સ્થાનિય ડ્રાઈવિંગ કરવામાં આવી અને ફ્યુલ ખતમ થાય ત્યાં સુધીમાં કારે 600 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. આ કાર દરમિયાન કારને લોસ એન્જલિસ અને ઓરેન્જ કાઉન્ટી વચ્ચે સેન ડિયેગો ફ્રીવે પર સવારે અને બપોરે ભીડભાડવાળા સમયમાં ચલાવવામાં આવી હતી. ઈંધણ ખતમ થાય તે પહેલા કારે TTC પર પરત ફરી અને કુલ 1360 કિલોમીટરની દૂરી નક્કી કરી.

માત્ર 5.65 કિલોના હાઈડ્રોજન પર ચાલી કાર-
કંપનીએ જણાવ્યું કે મિરાઈએ કુલ 5.65 કિલોગ્રામ હાઈડ્રોજનનો ઉપયોગ કર્યો છે અને એક પ્રતિભાશાળી 152 MPGeનું પ્રદર્શન દર્શાવ્યું છે. આ દરમિયાન આ કારે ઉત્સર્જનમાં પાણી રિલીઝ કર્યું છે. Toyota Miraiએ ઈંધણ વગર સમગ્ર યાત્રા દરમિયાન કુલ 12 હાઈડ્રોજન સ્ટેશનો પાર કર્યા. 2 દિવસના ટેસ્ટિંગ દરમિયાન કારે 0 કિલોગ્રામ CO2 છોડ્યું હતું. 

ઝીરો ઉત્સર્જન વાહનોની વધતી લાઈનઅપ-
ટોયોટા મોટર ઉત્તરી અમેરિકાના એગ્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ બોબ કાર્ટરે કહ્યું કે 2016માં ટોયોટા મિરાઈ ઉત્તર અમેરિકામાં રિટેલ વેચાણ માટે ઉપલબ્ધ પ્રથમ પ્રોડક્શન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહન હતું. અને હવે તે નેક્સટ જનરેશન મિરાઈ ડ્રાઈવિંગ રેન્જ માટે રેકોર્ડ બનાવી રહી છે. આ રોમાન્ચક ટેક્નોલોજીમાં લીડર બનવા માટે અમને ગર્વ છે, જે અમારા પોર્ટફોલિયોમાં ઝીરો-ઉત્સર્જન વાહનોની વધતી લાઈનઅપમાંથી એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More