Home> Technology
Advertisement
Prev
Next

7 કારો છે સેફ્ટીમાં નંબર વન, ક્રેશ ટેસ્ટમાં મળ્યું 5 સ્ટાર રેટિંગ : જીવ વ્હાલો હશે તો આ બનશે પહેલી પસંદ

best safest cars: કાર ખરીદતા સમયે તમે શું જુઓ છો? હંમેશા ભારતમાં લોકો નવી કાર ખરીદવા સમયે તેના લુક, માઇલેજ અને કિંમત પર વધુ ધ્યાન આપે છે. પરંતુ કાર કેટલી સુરક્ષિત છે? આ વાતને નજરઅંદાજ કરે છે. જ્યારે ગ્રાહકોએ સૌથી પહેલા સેફ્ટી પર ફોકસ કરવું જોઈએ. અમે તમને જણાવીશું ભારતમાં સૌથી સુરક્ષિત કાર કઈ છે. 

7 કારો છે સેફ્ટીમાં નંબર વન, ક્રેશ ટેસ્ટમાં મળ્યું 5 સ્ટાર રેટિંગ : જીવ વ્હાલો હશે તો આ બનશે પહેલી પસંદ

નવી દિલ્હીઃ ભારતીયોને હંમેશા એવી કાર પસંદ હોય છે જે હાઈ માઈલેજ આપે. પરંતુ સમય બદલાયો છે અને હવે સરકાર પણ કારને સુરક્ષિત બનાવવામાં લાગી છે અને લોકો પણ કાર ખરીદતી વખતે સલામતી પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને જો સુરક્ષા તમારી પ્રથમ પ્રાથમિકતા છે, તો અમે તમને એવી કાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સુરક્ષા માટે 'બેસ્ટ' છે. આ કાર 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે અને ભારતમાં મળે છે.

2023 Tata Harrier/Safari
2023 Tata Harrier અને Tata Safari ફેસલિફ્ટ્સ હવે ભારતની સૌથી સુરક્ષિત કારની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ બંને કારને GNCAP તરફથી એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન (AOP) અને ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન (COP) બંનેમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ બંને SUVમાં સામાન્ય સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ તો, 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર સ્ટાન્ડર્ડ છે. આ સિવાય હિલ આસિસ્ટ, 360-ડિગ્રી કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવી સુવિધાઓ પણ તેમાં ઉપલબ્ધ છે. 2023 Tata Harrier Faceliftની પ્રારંભિક કિંમત 15.49 લાખ રૂપિયા છે. જ્યારે, 2023 Tata Safari Faceliftની પ્રારંભિક કિંમત 16.19 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ Xiaomi એ અનવીલ કરી પ્રથમ ઈલેક્ટ્રિક કાર SU7,જાણો કેટલી મળશે રેન્જ અને ટોપ સ્પીડ

Volkswagen Virtus/Skoda Slavia,
Volkswagen Virtusની પ્રારંભિક કિંમત રૂ. 11.48 લાખ છે. જ્યારે, Skoda Slavia 10.89 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે આવે છે. આ બંને કારને ભારતની સૌથી સુરક્ષિત કારમાં પણ ગણવામાં આવે છે. તે પુખ્ત અને બાળક બંનેની સુરક્ષા માટે 5-સ્ટાર સલામતી રેટિંગ ધરાવે છે. આ બંને સેડાન MQB A0 IN પ્લેટફોર્મ પર આધારિત છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં ડ્યુઅલ-ફ્રન્ટ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ હોલ્ડ આસિસ્ટ, 3-પોઈન્ટ સીટબેલ્ટ અને સીટબેલ્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.

Volkswagen Taigun/Skoda Kushaq
ભારતમાં Volkswagen Taigunની પ્રારંભિક કિંમત રૂ. 11.62 લાખ છે. જ્યારે, Skoda Kushaq રૂ. 10.89 લાખની કિંમતે આવે છે. આ બંને કારને Global NCAP તરફથી એડલ્ટ અને બાળકોની સુરક્ષા માટે સંપૂર્ણ 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કાર MQB A0 IN પ્લેટફોર્મ પર પણ બનાવવામાં આવી છે. સુરક્ષા માટે આ બંનેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), EBD સાથે ABS અને 3-પોઈન્ટ સીટબેલ્ટ જેવા ફીચર્સ આવે છે.

આ પણ વાંચોઃ Jio એ વધારી Airtel-VI ની ચિંતા! 148 રૂપિયામાં મહિનાભર મળશે 12 OTT Subscription

Hyundai Verna
Hyundai Verna ભારતમાં રૂ. 10.90 લાખની પ્રારંભિક કિંમતે આવે છે. આ કાર બાળકો અને એડલ્ટ સેફ્ટીની સુરક્ષા માટે સંપૂર્ણ 5-સ્ટાર રેટિંગ સાથે પણ આવે છે. કારના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), EBD સાથે ABS, 3 પોઈન્ટ સીટબેલ્ટ અને બ્લાઈન્ડ સ્પોટ એલર્ટ જેવા ફીચર્સ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More