Home> Technology
Advertisement
Prev
Next

Online Shopping કરતી વખતે આ Tipsને ધ્યાનમાં રાખો, મોંઘામાં મોંઘો સામાન મળશે સસ્તો

મોટા ભાગના લોકો અન્ય વેબસાઈટ કે અન્ય ઓફર્સ (Offers) પર ધ્યાન આપતા નથી . જેના કારણે સસ્તો સામાન પણ તેઓ મોંઘા ભાવે ખરીદતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે મોંઘામાં મોંઘો સામાન કેવી રીતે તમે સસ્તામાં ખરીદી શકો છો.

Online Shopping કરતી વખતે આ Tipsને ધ્યાનમાં રાખો, મોંઘામાં મોંઘો સામાન મળશે સસ્તો

નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરતી વખતે મોટા ભાગના લોકો અન્ય વેબસાઈટ કે અન્ય ઓફર્સ (Offers) પર ધ્યાન નથી આપતા. જેના કારણે સસ્તો સામાન પણ તેઓ મોંઘા ભાવે ખરીદતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે મોંઘામાં મોંઘો સામાન કેવી રીતે તમે સસ્તામાં ખરીદી શકો છો.

ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરવું સૌ કોઈને પસંદ છે. અને કોરોનાના કારણે મોટા ભાગના લોકો ઑનલાઈન ખરીદી કરી રહ્યા છે. કેટલીક વેબસાઈટ (Website) રોજે રોજ કોઈ નવી ઓફર લઈને આવે છે, જેમાં કેટલીક મોંઘી વસ્તુઓ તમને સસ્તામાં મળી શકે છે. જ્યારે, કેટલાક લોકો અન્ય વેબસાઈટ નથી જોતા અને જેના કારણે તેઓ સસ્તી વસ્તુ પણ મોંઘા ભાવે ખરીદી લેતા હોય છે. ત્યારે, આજે અમે તમને એવી ટિપ્સ (Tips) આપવા જઈ રહ્યા છે. જેનાથી તમે મોંઘી વસ્તુઓ પણ સસ્તા ભાવે ખરીદી શકો છો.

Rath Yatra 2021: આ પુલ પરથી પસાર થતા જ બધા પાપ દૂર થાય છે, કહેવાય છે પુરી ધામનો પ્રવેશ દ્વાર

શોપિંગ લિસ્ટ કરો તૈયાર
સૌ પ્રથમતો તમે એક શોપિંગ લિસ્ટ (Shopping List) તૈયાર કરો. આવું કરવાથી તમારો સમય બચશે અને તમે તમારી મનગમતી વસ્તુઓ વિશે અન્ય વેબસાઈચ પર પણ સર્ચ કરી શકો છો.

પ્રાઈઝ કમ્પેર કરો
જો તમે તમારી મનગમતી વસ્તુ કાર્ટ (Cart)માં એડ કરી દીધી હોય તો તેની તપાસ તમે અન્ય વેબસાઈટ પર પણ કરો. શક્ય છે કે એ સામાન બીજી વેબસાઈટ પર તમને સસ્તો પડે.

7th pay commission: આ કર્મચારીઓ માટે ખુશખબરી, મળશે Bonus, પ્રસ્તાવને મળી લીલીઝંડી

ડિસ્કાઉન્ટ પર આપો ધ્યાન
મોટાભાગના લોકો જલ્દી ખરીદદારીના ચક્કરમાં ડિસ્કાઉન્ટ (Discount) ઓફર જોવાનું ભુલી જતા હોય છે. જ્યારે, પણ તમે કોઈ સામાન કે વસ્તુને કાર્ટમાં એડ કરો તો તેના પર ડિસ્કાઉન્ટ ઓફર શું ચાલી રહ્યું છે તો જોવાનું રાખો. જો તે સામાન પર કોઈ સારી ઓફર હશે તો તમે સસ્તામાં તેને ખરીદી શકો છો.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પરની ઓફર્સ પણ જુઓ
સામાન ખરીદવા પર તમે એ પણ જુવો કે ક્રેડિટ કાર્ડ (Credit Card) કે ડેબિટ કાર્ડ (Debit Card) પર કોઈ ડિસ્કાઉન્ટ છે કે નહિ. શક્ય છે કે આ ડિસ્કાઉન્ટ બાદ તમને તમારો મન ગમતો સામાન વધુ સસ્તો પડે.

પ્રાઈઝ એલર્ટ સેટ કરો
ઑનલાઈન શોપિંગમાં પ્રાઈઝ એલર્ટ (Price Alert) સેટ કરવાનું પણ ઓપ્શન હોય છે. જો તમે કોઈ સામાન કે વસ્તુ માટે પ્રાઈલ એલર્ટ સેટ કરી હોય તો તેની કિંમત ઓછી થશે તો તમને એલર્ટ આવશે.

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

ફ્રિ શિપિંગ છે જરૂરી
ઑનલાઈન શોપિંગમાં ઘણી વસ્તુઓ પર ફ્રિ શિપિંગ (Free Shipping)ની સુવિધા નથી હોતી. ત્યારે ધ્યાન રાખો કે તમે જે વેબસાઈટ પરથી તે વસ્તુની ખરીદી કરી રહ્યા છો તેના પર ફ્રિ શિપિંગનું ઓપ્શન અવેલેબલ છે કે નથી.

સોશિયલ મીડિયા પર રાખો નજર
સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા પેજ હોય છે, જ્યાં તમે જોઈ શકો છે કે કઈ વેબસાઈટ પર શું ડિલ ચાલી રહી છે. જેનાથી તમને ફાયદો થઈ શકે.

રિવ્યૂ જરુર વાંચો
પ્રોડક્ટ (Product) અસલી છે કે નક્લી. આ વાતને જાણવા માટે રિવ્યૂ (Review) વાંચવાનું જરુરથી રાખો. જે લોકો પ્રોડક્ટ પહેલાં જ ખરીદી ચુક્યા હોય તે લોકો રિવ્યૂ નાખે છે. જે વાંચ્યા બાદ તમને ખબર પડશે પ્રોડક્ટ ખરીદવા લાયક છે કે નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More