Home> Technology
Advertisement
Prev
Next

વોટ્સએપ પર આમ બનાવી શકો છે પર્સનલ GIFs, મિત્રોને મોકલીને કરો મસ્તી

 જો તમે મેસેજિંગ સર્વિસ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તેમાં મળનારા ઘણા ફીચર્સથી પણ વાકેફ હશો. વોટ્સએપ પર તમે ટેક્સ્ટ અને ઇમોજી સિવાય GIFની મદદથી પણ ખુદને એક્સપ્રેસ કરી શકો છો. 
 

વોટ્સએપ પર આમ બનાવી શકો છે પર્સનલ GIFs, મિત્રોને મોકલીને કરો મસ્તી

નવી દિલ્હીઃ જો તમે મેસેજિંગ સર્વિસ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તેમાં મળનારા ઘણા ફીચર્સથી પણ વાકેફ હશો. વોટ્સએપ પર તમે ટેક્સ્ટ અને ઇમોજી સિવાય GIFની મદદથી પણ ખુદને એક્સપ્રેસ કરી શકો છો. વોટ્સએપ પર ઘણા GIF હાજર છે જેને તમે પસંદ કરીને મિત્રો કે કોન્ટેક્ટ્સને મોકલી શકો છે. વોટ્સએપનું આ ફીચર iOS અને એન્ડ્રોઇડ બંન્ને પર યૂઝર્સને આપવામાં આવ્યું છે. જો તમને પસંદગીની GIF એપથી મળી રહી નથી, તો તમે ખુદ GIFs બનાવી શકો છો. 

તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં રહેલ મોમેન્ટ્સને તમે GIFમાં કન્વર્ટ કરી શકો છો અને વોટ્સએપ કોન્ટેક્ટ્સને મોકલી શકે છે. આ સિવાય લાંબા વીડિયોના કોઈપણ એક ભાગને GIFમાં બદલી શકો છો. તમે છ સેકન્ડ કે તેનાથી નાના એક વીડિયોને GIF બનાવી શકો છો અને તેના માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 

સ્ટેપ 1: તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ મેસેન્જર ઓપન કરો.

સ્ટેપ 2: કોઈ વોટ્સએપ કોન્ટેક્સ કે ગ્રુપની ચેટ વિન્ડો ઓપન કરો, જેને તમે  GIF મોકલવા ઈચ્છતા હોય.

સ્ટેપ 3: ચેટ બોક્સમાં દેખાઇ રહેલા અટેચમેન્ટ આઇકન પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે તમારા ફોનની ગેલેરીમાંથી તે વીડિયોને સિલેક્ટ કરો, જેને તમે  GIF બનાવીને મોકલવા ઈચ્છતા હોય.

સ્ટેપ 5: વોટ્સએપ તમને વીડિયોનો પ્રિવ્યૂ દેખાડે છે, તમે તે વીડિયોને ટ્રિમ કરી શકો છો અને શોર્ટ ક્લિપ પણ સિલેક્ટ કરી શકો છો. 

સ્ટેપ 6: હવે તમે  GIF બોક્સ પર ટેપ કરો અને ત્યારબાદ વીડિયો  GIFમાં કન્વર્ટ થઈ જશે. 

સ્ટેપ 7: તમે ઈચ્છો તો વીડિયોની લંબાઇ ઓછી કરી શકો છો અને તમને સારૂ રિઝલ્ટ મળશે. 

સ્ટેપ 8: તમે ઈચ્છો તો આ  GIF મોકલતા પહેલા તેમાં ટેક્સ્ટ, કેપ્શન કે ઇમોજી એડ કરી શકો છો. 

આ રીતે વોટ્સએપ પર તમારી ખાસ મોમેન્ટ્સની  GIF બનાવીને તમારા મિત્રોને મોકલી શકો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More