Home> Technology
Advertisement
Prev
Next

Game Zone: કમાણીની દ્રષ્ટીએ આ ગેમે PUBGને પણ પાછળ છોડી, મિલિયન ડોલરમાં કરી કમાણી

લોકપ્રિય એક્શન ગેમ પબજી મોબાઈલની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. કમાણીના મામલે Honor of kingsથી પાછળ રહી ગયા પછી, આ ગેમ કમાણીના રેટિંગની દ્રષ્ટિએ બીજા સ્થાને પહોંચી ગઈ છે. જો કે,પબજી મોબાઈલએ પણ યોગ્ય રકમ મેળવી છે. તેની લગભગ 60% આવક ચીનમાંથી થાય છે. તે જ સમયે, તેના લોકલ વર્ઝન ગેમ ફોર પીસની 8% આવક અમેરિકાથી થઈ છે.

Game Zone: કમાણીની દ્રષ્ટીએ આ ગેમે PUBGને પણ પાછળ છોડી, મિલિયન ડોલરમાં કરી કમાણી

ઝી બ્યૂરો, અમદાવાદઃ Honor of kings મોબાઈલ ગેમ જાન્યુઆરી 2021માં વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ગેમ બની ગઈ છે. નવા વર્ષના પહેલા મહિના સુધી તેની કુલ આવક 267.3 મિલિયન ડોલર નોંધાઈ છે. આ ટેન્સન્ટ ગેમ્સે ચીનમાંથી લગભગ 97% આવક ઉભી કરી છે. તે જ સમયે, તેણે થાઈલેન્ડથી 1% આવક પ્રાપ્ત કરી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં જાન્યુઆરી 2020ની સરખામણીમાં Honor of kings ગેમમાં 22%નો વધારો નોંધાયો છે. 

fallbacks
 
જાણો કયા દેશમાં કેટલી કમાઈ થઈ 
લોકપ્રિય એક્શન ગેમ પબજી મોબાઈલની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. કમાણીના મામલે Honor of kingsથી પાછળ રહી ગયા પછી, આ ગેમ કમાણીના રેટિંગની દ્રષ્ટિએ બીજા સ્થાને પહોંચી ગઈ છે. જો કે,પબજી મોબાઈલએ પણ યોગ્ય રકમ મેળવી છે. તેની લગભગ 60% આવક ચીનમાંથી થાય છે. તે જ સમયે, તેના લોકલ વર્ઝન ગેમ ફોર પીસની 8% આવક અમેરિકાથી થઈ છે. 

સ્ટોર ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મથી મળેલા આંકડા
ગેમની રેવન્યુને સેન્સર ટાવરના સ્ટોર ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ દ્વારા જારી કરવામાં આવ્યા.  સેન્સર ટાવરના સંશોધનનો આ કુલ અંદાજ 1 જાન્યુઆરી 2020થી આવતા વર્ષે 31 જાન્યુઆરી 2021 સુધીનો છે. આ ડેટા એપ સ્ટોર અને ગૂગલ પ્લેથી વિશ્વભરમાં એકત્રિત કરવામાં આવ્યો હતો. અહીંથી ગ્રોસ યુઝર સ્પેન્ડિંગની સાચી જાણકારી મળે છે. જોકે આ રેન્કિંગમાં થર્ડ પાર્ટીના એન્ડ્રોઈડ સ્ટોરથી આવેલો રેવન્યુ સામેલ નથી. 
  
Honor of Kingsનો ઈતિહાસ
Honor of Kings ની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. આ મલ્ટિપ્લેયર ઓનલાઈન બેટલ એરીના છે.. જે TiMi Studiosએ વિકસિત કરી છે અને Tencent ગેમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. ચીનમાં,ગેમ Ios અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તે અચાનક ચીની ગેમ લવર્સમાં લોકપ્રિય થઈ ગઈ છે. 2017 સુધીમાં Honor of Kingsમાં રોજના 80 મિલિયનથી વધુ સક્રિય પ્લેયર્સ છે અને 200 મિલિયન માસિક સક્રિય પ્લેયર્સ છે. તે જ સમયે, ગયા વર્ષે નવેમ્બર મહિના સુધીમાં,આ ગેમનાના દૈનિક 100 કરોડથી વધુ સક્રિય પ્લેયર્સ બની ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More