Home> Technology
Advertisement
Prev
Next

iPhoneનું આ અદ્ભુત ફીચર હવે Androidમાં મળશે! જાણો બેટરીમાં કયા થઈ શકે છે ફેરફાર?

Android Phone Battery Update: એન્ડ્રોઈડ ફોનમાં બેટરીને લઈને ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. ત્યારે એપલ યૂઝર્સની જેમ એન્ડ્રોઇડ યૂઝર્સ પણ ફોનની બેટરી હેલ્થ હવે જાણી શકશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોનમાં બેટરી હેલ્થ ફીચર આવી શકે છે.

iPhoneનું આ અદ્ભુત ફીચર હવે Androidમાં મળશે! જાણો બેટરીમાં કયા થઈ શકે છે ફેરફાર?

Android Phone Battery Update: તમે ઘણીવખત લોકોને કહેતા સાંભળ્યું હશે કે તેમના ફોનની બેટરી ખરાબ થઈ ગઈ છે અથવા તો જલ્દી ડીસ્ચાર્જ થઈ જાય છે. જ્યારે તમે નવો ફોન ખરીદો છો ત્યારે તેની બેટરી ખુબ જ સારી ચાલે છે, પરંતુ જેમ જેમ તમે ફોનનો ઉપયોગ કરો છો ત્યારે બેટરી ખરાબ થવી સામાન્ય વાત છે. જો લોકોને સમયસર બેટરીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મળી જાય તો તેઓ ફોનનો યોગ્ય ઉપયોગ કરી શકશે. ત્યારે એન્ડ્રોઈડ ફોનમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

iPhone માં આપવામાં આવે છે આ શાનદાર ફીચર
એપલના આઈફોનમાં બેટરી હેલ્થ ફીચર આપવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર ફોનની બેટરી હેલ્થ વિશે જાણકારી મેળવતા રહે છે. આ ફીચર જણાવે છે કે iPhoneની બેટરી પરફોર્મન્સ કેવું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે iOSનું આ શાનદાર ફીચર એન્ડ્રોઈડ ફોનમાં પણ જોઈ શકાય છે. આવનારા સમયમાં આ ફીચર Pixel અને Android ફોનમાં આપવામાં આવી શકે છે. આનાથી એન્ડ્રોઇડની કામગીરીમાં વધુ સુધારો થશે.

રિપોર્ટમાં સામે આવી આ વાત
એન્ડ્રોઇડ ઓથોરિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ એન્ડ્રોઇડ ફોન iOS સાથે બેટરીની માહિતી શેર કરી શકે છે. આની સાથે એપલ યુઝર્સની જેમ એન્ડ્રોઈડ યુઝર્સ પણ તેમના ફોનના હેલ્થને ટ્રેક કરી શકશે. આ પ્રયોગ અગાઉ પણ કરવામાં આવ્યો હતો. આ દિશામાં પ્રારંભિક પગલું એન્ડ્રોઇડ 14 સાથે લેવામાં આવ્યું હતું, પરંતુ રિપોર્ટ અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડ 15ના લોન્ચ સાથે લાવી શકાય છે.

એન્ડ્રોઇડ યુઝર્સને મળશે આ લાભ
જો આ ફીચર એન્ડ્રોઈડ ફોનમાં આવે છે તો તે યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આની મદદથી એન્ડ્રોઇડ યુઝર્સ ફોનની બેટરી હેલ્થ વિશે સાચી માહિતી મેળવી શકશે. તમે એ પણ જાણી શકશો કે તમારા ફોનની બેટરીની વર્તમાન ક્ષમતા કેટલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More