Home> Technology
Advertisement
Prev
Next

Train નું તત્કાલ Booking કરાવવું છે? આ Tips અપનાવશો તો ચપટી વગાડતા જ થઈ જશે Ticket Book

હવે કોઈ પણ ટ્રેનના તત્કાલ બુકિંગ માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી કે પછી કોઈ પણ એજન્ટનો સપંર્ક નહીં કરવો પડે. તમે રોજીંદી ઉપયોગમાં આવતી Paytm એપથી પણ તત્કાલમાં ટ્રેનની ટિકિટ બુક કરી શક્શો

Train નું તત્કાલ Booking કરાવવું છે? આ Tips અપનાવશો તો ચપટી વગાડતા જ થઈ જશે Ticket Book

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણા સૌ સાથે ઘણી વખત એવુ થતુ હોય છે કે બહારગામ ફરવા જવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર છે, બૂકિંગ પણ બધા થઈ ગયા છે પણ ટ્રેનની ટિકિટ નથી મળી રહી. આવી સ્થિતિ માટે ઈમરજન્સીમાં રેલવેની ટિકિટ લેવા તત્કાલ ટિકિટ બુકિંગની ફેસિલિટી કામ આવે છે. પીક ટ્રાવેલ સીઝન હોય કે પછી ઈમરજન્સીમાં કોઈ જગ્યા પર જવુ હોય તો તત્કાલ ટિકિટ બુકિંગ થઈ શકે છે. અને હવે આ જ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આપે કોઈ પણ રેલવે સ્ટેશન કે પછી એજન્ટનો સંપર્ક કરવાની પણ જરૂર નથી, કારણકે હવે તત્કાલ ટિકિટ બુકિંગ Paytmથી પણ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ ઓપન થવાની 30 મિનિટ પછી પેટીએમથી તત્કાલ ટ્રેનની ટિકિટ બુક થઈ શકે છે. (એસી ક્લાસ માટે 10.30 વાગ્યે, જ્યારે નોન એસી ક્લાસ માટે 11.30 વાગ્યે) તો ચાલો જાણીએ કેવી રીતે થઈ શકે છે Paytmથી તત્કાલ ટિકિટ બુકિંગ.

કેવી રીતે થઈ શકે છે Paytmથી તત્કાલ ટિકિટ બુકિંગ? જાણવા માટે નીચેના સ્ટેપને કરો ફોલો

1) સૌ પ્રથમ પેટીએમ અકાઉન્ટમાં લોગઈન કરો.

2) હવે સોર્સ અને ડેસ્ટિનેશન સ્ટેશન એંટર કરો 

3) ટ્રાવેલ ડેટ સિલેક્ટ કરો 

4) ટ્રેન સિલેક્ટ કરો 

5) ક્વોટામાં જઈને tatkal સિલેક્ટ કરો અને BOOK બટન પર ક્લિક કરો 

6) પેસેન્જરની માહિતી એન્ટર કરો 

7) હવે તમારા ઈચ્છાની પ્રીફર્ડ બર્થ સીટ સિલેક્ટ કરો 

8) પેમેન્ટ ગેટવે પર પહોંચ્યા પછી તમે પેમેન્ટ કરી શક્શો 

9) Internet Banking, Paytm વોલેટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી પેમેન્ટ કરો 

10) અંતમાં e-ticket પ્રિંટ કરો

તમારા બાળકને ભૂલથી પણ ન આપશો આ ફૂડ, જાણો બાળક ખાતુ ન હોય તો આપવો જોઈએ કેવો ખોરાક

PNR કન્ફર્મેશન પ્રેડિક્શન ફીચર 
હવે વેટલિસ્ટેડ ટિકિટ બૂક થવા પર તમે તમારી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જાણી શક્શો. પેટીએમ પર આપવામાં આવેલા PNR Confirmation Prediction ફીચરમાં જઈને તમે એ જોઈ શક્શો કે ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે. આ સિવાય પણ ટ્રેનની ટિકિટ બુક કરવાની પહેલા આપ એ નક્કી કરી શક્શો કે તમારે કઈ ટ્રેન માટે બુકિંગ કરવું છે. અને કઈ ટ્રેનમાં ટિકિટ બુક થવાના ચાન્સ સૌથી વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More