Home> Technology
Advertisement
Prev
Next

ટાટાની આ નવી કારનો જોવા મળશે જોરદાર ક્રેઝ! આગામી મહિને લોકોના દિલ પર 'રાજ' કરવા આવી રહી છે Curvv

Tata Curvv Launch Date: ટાટા મોટર્સ આગામી 7 ઓગસ્ટે એવી કાર ભારતીય બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે, જે મિડસાઇઝ એસયુવી સેગમેન્ટની દિશા અને દશા બંને બદલી શકે છે. જી, હાં અમે વાત કરી રહ્યાં છીએ ટાટા કર્વની, જેને આગામી મહિને લોન્ચ કરવાની છે. આવો આ કારની ખાસિયતો જાણીએ.

ટાટાની આ નવી કારનો જોવા મળશે જોરદાર ક્રેઝ! આગામી મહિને લોકોના દિલ પર 'રાજ' કરવા આવી રહી છે Curvv

Tata Curvv: ટાટાના કાર ખરીદદારો જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે કારની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. બે વર્ષ પહેલા જ્યારે તેનું અનાવરણ થયું ત્યારે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કારણ કે ટાટા મોટર્સની બાકી પેસેન્જર કારના મુકાબલે જોવામાં અલગ મોડર્ન અને સ્ટાઇલિશ દેખાતી હતી. જી હાં, હવે તો તમે સમજી ગયા હશો કે ટાટા કર્વની વાત ચાલી રહી છે. આખરે લાંબા સમય બાદ આગામી 7 ઓગસ્ટે કર્વ લોન્ચ થવાની છે. હવે વાત આવે છે કે ટાટા કર્વ ઈવી પહેલા લોન્ચ થશે કે તેનું પેટ્રોલ-ડીઝલ મોડલ આવશે, અમે તમને આ વિશે વિસ્તારથી જણાવીશું. 

આ દિવસે થશે કિંમતનો ખુલાસો
સમાચાર છે કે ટાટા કર્વ ઈવીને પહેલા લોન્ચ કરવામાં આવશે અને પછી આ વર્ષના અંત સુધી તેના આઈસી એન્જિન એટલે કે પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. સંભાવના છે કે 7 ઓગસ્ટે તેની કિંમતનો ખુલાસો કરી દેવામાં આવે, કારણ કે છેલ્લા બે વર્ષથી વધુ સમય દરમિયાન ઘણી તકે કર્વની ઝલક જોવા મળી છે. 

આ પણ વાંચોઃ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ બન્યું! RTO ગયા વગર જ મળશે આ લાઇસન્સ, જાણો નિયમો

લુક અને ડિઝાઇન
ટાટા કર્વ ઈવી કંપનીની બાકી કારના મુકાબલે દેખાવમાં ખુબ અલગ હશે. કંપની તેને કૂપ ડિઝાઇનવાળી એસયુવીના રૂપમાં રજૂ કરવા જઈ રહી છે. કર્વ ઈવીમાં આકર્ષક બમ્પર, સ્ટાઇલિશ લાઇટ્સ સેટઅપ, કનેક્ટિંગ એલઈડી બાર, સારો રિયર લુક અને મોટા એલોય વ્હીલની સાથે ઘણી ખુબીઓ જોવા મળશે. 

જોવા મળશે લેટેસ્ટ ફીચર્સ
આગામી ટાટા કર્વ ઈવીનું ઈન્ટીરિયર પણ ખુબ શાનદાર હશે, જેમાં એમ્બિએન્ટ લાઇટિંગ, મોડર્ન ડેશબોર્ડ, લેધરેટ સીટ્સ અને સ્ટાઇલિશ સ્ટીયરિંગ બેન્ડલ સહિત ઘણી ખુબીઓ જોવા મળશે. બાકી ફીચર્સની વાત કરીએ તો તેમાં ઈન્ફોટેનમેન્ટ અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે બે મોટી-મોટી સ્ક્રીન, ડિજિટલ કંટ્રોલ્સ, વાયરલેસ ચાર્જર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ સીટ્સ, સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, જેબીએલ સાઉન્ડ સિસ્ટમ અને એડવાન્સ ડ્રાઇવર અસિસ્ટેન્સ સિસ્ટમ સહિત અન્ય ફીચર્સ હશે.

આ પણ વાંચોઃ 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 3 કારના દીવાના છે લોકો, માઈલેજમાં પણ છે શાનદાર

મળશે સારી રેન્જ અને સ્પીડ
ટાટા કર્વ ઈવીને કંપની પાવરફુલ બેટરીની સાથે રજૂ કરવાની તૈયારીમાં છે, જેને એકવાર ફુલ ચાર્જમાં 500 કિલોમીટર સુધીની રેન્જ હાસિલ કરી શકાય છે. તેની સ્પીડ પણ સારી હશે અને પાવરના મુકાબલે તે નેક્સોન ઈવીથી સારી હોઈ શકે છે. કર્વ ઈવીને ફાસ્ટ ચાર્જિંગની સાથે રજૂ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ટાટા કર્વ ઈવીનો મુકાબલો આગામી હ્યુન્ડઈ ક્રેટા ઈવી અને મહિન્દ્રા એક્સયુવી.ઈ8થી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More