Home> Technology
Advertisement
Prev
Next

આ કલરમાં આવી શકે છે OnePlus 6T, લોન્ચ ડેટ અને ફિચર્સ જાણવા માટે કરો ક્લિક

વન પ્લસ 6Tના લોન્ચિંગ પહેલા જ એના કલર અને ફિચર્સ લીક થઈ ગયા છે

આ કલરમાં આવી શકે છે OnePlus 6T, લોન્ચ ડેટ અને ફિચર્સ જાણવા માટે કરો ક્લિક

નવી દિલ્હી : આ ફેસ્ટિવલ સિઝનમાં સ્માર્ટફોન માર્કેટમાં નવીનવી પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે. આ સંજોગોમાં ચીનની મોબાઇલ કંપની OnePlusએ મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન Oneplus 6Tને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જોકે લોન્ચિંગ પહેલાં જ વન પ્લાસ 6T મામલે અફવાઓનું માર્કેટ ગરમ છે. હાલમાં સૌથી વધારે ચર્ચા આ ફોનના ફિચર્સ અને કલર મામલે થઈ રહી છે. આ ફોન 17 ઓક્ટોબરે લોન્ચ થવાનો છે.

વન પ્લસ 6Tના લોન્ચિંગ પહેલાં ફોનના કલર અને ફીચર્સ લીક થઈ ગયા છે. આ ફોનની ઓફિશિયલ માર્કેટિંગ ઇમેજમાં એને બે રંગમાં દેખાડવામાં આવ્યો છે. આ રંગ મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક છે. આ રંગમાં ફોન બહુ સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે.

ફિચર્સની વાત કરીએ તોએમાં ડ્યુઅલ કેમેરા સાથે ફિંગર સ્કેનર આપવામાં આવ્યું છે. કંપની એને 'Screen Unlock' નામ આપી રહી છે. વન પ્લસના કો ફાઉન્ડર કાર્લ પાઇએ આપેલી માહિતી પ્રમાણે વન પ્લસ 6Tનો બેટરી બેકઅપ પહેલા કરતા વધારે સારો હશે. એમાં VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ દેવામાં આવ્યો છે. આ સાથે બેટરીની ક્ષમતા 3500 mAhની હોઈ શકે છે. વન પ્લસ 6માં 3,300 mAhની બેટરી આપવામાં આવી છે. OnePlus 6T આ વખતે થોડો મોંઘો હોઈ શકે છે. આ સ્માર્ટફોનની કિંમત અમેરિકામાં 550 ડોલર એટલે કે લગભગ 40,000 રૂ. હશે. 

ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More