Home> Technology
Advertisement
Prev
Next

સેમસંગે લોન્ચ કર્યા બે શાનદાર સ્માર્ટફોન, ફીચર્સ માટે ક્લિક કરો

સ્માર્ટફોનની દુનિયામાં ધૂમ મચાવનાર સેમસંગે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. બંન્ને નવા ફોન ગેલેક્સી J3 (2018) અને ગેલેક્સી J7 (2018)ને કંપનીએ ગેલેક્સી J3 (2017) અને ગેલેક્સી  J7 (2017)ની સફળતા બાદ રજૂ કર્યાં છે. 

સેમસંગે લોન્ચ કર્યા બે શાનદાર સ્માર્ટફોન, ફીચર્સ માટે ક્લિક કરો

નવી દિલ્હીઃ સ્માર્ટફોનની દુનિયામાં ધૂમ મચાવનાર સેમસંગે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. બંન્ને નવા ફોન ગેલેક્સી J3 (2018) અને ગેલેક્સી J7 (2018)ને કંપનીએ ગેલેક્સી J3 (2017) અને ગેલેક્સી  J7 (2017)ની સફળતા બાદ રજૂ કર્યાં છે. ગેલેક્સી J3 (2017) અને ગેલક્સી J7 (2017)ને કંપનીએ જૂન 2017માં લોન્ચ કર્યા હતા. એક વર્ષ બાદ કંપનીએ નવા ફોન લોન્ચ કર્યાં છે. કંપની તરફથી રજૂ કરાયેલા બંન્ને ફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

સેમસંગે દાવો કર્યો કે, આ બંન્ને ફોન વ્યાજબી ભાવે મળશે. કંપની તરફથી તેને અમેરિકાના પસંદગીના રિટેલ અને કેરિયર પાર્ટનર્સ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બંન્ને ફોનને કંપનીએ દમદાર ફીચર્સ સાથે બજારમાં ઉતાર્યા છે. આગળ વાંચો સેમસંગના નવા ફોનના ફીચર્સ અને અન્ય માહિતી વિશે.. 

ગેલેક્સી J3 (2018)ના ફીચર્સ
એન્ડ્રોઈડ પર રન કરનારા સેમસંગ J3 (2018)માં 720x1280 પિક્સલ રિઝોલ્યુસનવાળી 5 ઇંચની એચડી ડિસ્પલે છે. કંપનીએ તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપ્યો છે. સેલ્ફીનો શોખિનો માટે 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હજુ સુધી સેમસંગ તરફથી આ ફોનની બેટરી વિશે જાણકારી આપવામાં આવી નથી. 

ગેલેક્સી J7 (2018)ના ફીચર્સ  720x1280 પિક્સલ રિઝોલ્યુસનવાળી 5.5 ઇંચની એચડી ડિસ્પલે છે. ફોનમાં 13 મેગા પિક્સલનો રિયર કેમેરો અને 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કંપની તરફથી લોન્ચિંગના અવસરે તે પણ કહેવામાં આવ્યું કે, આની પહેલાના મોડલ કરતા વધુ પાવરવાળી બેટરી હશે. પરંતુ બેટરી વિશે ચોક્કસ જાણકારી અત્યારે ઉપલબ્ધ નથી. 

સેમસંગ ગેલેક્સી જે3 (2018) અને ગેલેક્સી જે7 (2018)માં Samsung Knox ઇન્ટિગ્રેટ હશે. ફોનમાં રિયલ-ટાઇમ કસ્ટમર કેયર સપોર્ટ માટે સેમસંગ+ એપ મળશે. તે સિવાય લાઇવ વોઇસ ચેટ, કોમ્યુનિટી સ્પોર્ટ અને ટિપ્સ જેવા બીજા ફીચર્સ પણ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More