Home> Technology
Advertisement
Prev
Next

આવી ગયો Samsung નો દમદાર બેટરી અને ચાર કેમેરાવાળો 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ

નવા સેમસંગ ગેલેક્સી  A22s 5G ની કિંમત અને ઉપલબ્ધતાની જાહેરાત કરવામાં આવી નથી. ફોનને મિન્ટ, ગ્રે અને વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આવી ગયો Samsung નો દમદાર બેટરી અને ચાર કેમેરાવાળો 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Samsung Galaxy A22s 5G ને રશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એ22 5જીનું રીબેક મોડલ છે, જેને આ વર્ષે જુલાઈમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.  Samsung Galaxy A22s 5G ત્રિપલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે, જેમાં 48 મેગાપિક્સલનું મેન સેન્સર છે. ફોનમાં 5,000mAh ની બેટરી છે અને તે મીડિયાટેક ડાઇમેન્શન 700 SoC પ્રોસેસર સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી એ22એસ 5જીમાં 6.6 ઇંચની ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે અને તેમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. 

Samsung Galaxy A22s 5G ની કિંમત
નવા સેમસંગ ગેલેક્સી  A22s 5G ની કિંમત અને ઉપલબ્ધતાની જાહેરાત કરવામાં આવી નથી. ફોનને મિન્ટ, ગ્રે અને વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ બે કોન્ફિગરેશન 4GB RAM + 64GB સ્ટોરેજ અને 4GB RAM + 128GB સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. 

Samsung Galaxy A22s 5G ના સ્પેસિફિકેશન્સ
Galaxy A22s 5G એન્ડ્રોયડ-આધારિત વન યૂઆઈ પર ચાલે છે અને તેમાં 6.6 ઇંચની ફુલ-એચડી+ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે જેમાં વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે. ફોન મીડિયાટેક ડાઇમેન્શન 700 SoC પ્રોસેસર છે, જેને 4જીબી રેમની સાથે જોડવામાં આવ્યો છે. ઇન્ટરનલ સ્ટોરેજ 64GB અને 128GB ના ઓપ્શનમાં આવે છે, જેમાં એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે. 

આ પણ વાંચોઃ Apple ના ફોલ્ડેબલ iPhone નો ફોટો જોઈને ઉડી જશે હોંશ! મોબાઈલ માર્કેટમાં આ ફોને પડાવી દીધી છે રીતસરની બૂમ!

Samsung Galaxy A22s 5G માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં f/1.8 અપર્ચર વાળું 48 મેગાપિક્સલનું મુખ્ય સેન્સર, f / 2.2 અપર્ચરવાળું 5 મેગાપિક્સલનું સેકેન્ડરી સેન્સર છે અને ત્રીજું 2 મેગાપિક્સલનું  f/2.4 અપર્ચરવાળું સેન્સર સામેલ છે. ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. રિયર કેમેરા ફીચર્સમાં એચડી રેઝોલ્યૂશનની સાથે  10x ડિજિટલ ઝૂમ અને 120fps સ્લો મોશન વીડિયો સામેલ છે. 

Samsung Galaxy A22s 5G માં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં યૂએસબી ટાઇપ-સી પોર્ટ, 3.5 મિમી ઓડિયો જેક, વાઈ-ફાઈ 802.11 એસી, વાઈ-ફાઈ ડાયરેક્ટક, એનએફસી અને બ્લૂટૂથ  v5.0 સામેલ છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More