Home> Technology
Advertisement
Prev
Next

Royal Enfield માત્ર 68,000 રૂપિયામાં લાવ્યું બાઇક, 2000 રૂપિયામાં થશે બુક, પરંતુ ખરીદ્યા પછી પણ નહીં ચલાવી શકો!

Cheapest royal enfield Bike: સ્કેલ મોડેલ એ એક આર્ટિફેક્ટ (કલાકૃતિ) હોય છે જે ઑબ્જેક્ટ જેવું લાગે છે. સામાન્ય રીતે બાઇક અને કારના સ્કેલ મોડલ બનાવવામાં આવે છે. તે અસલ વાહન જેવું જ દેખાય છે, જો કે માત્ર રાખવામાં આવે છે.

Royal Enfield માત્ર 68,000 રૂપિયામાં લાવ્યું બાઇક, 2000 રૂપિયામાં થશે બુક, પરંતુ ખરીદ્યા પછી પણ નહીં ચલાવી શકો!

Royal enfield classic 500 scale model: જો તમે પણ સસ્તું રોયલ એનફિલ્ડ બાઇકની રાહ જોઈ રહ્યા હતા, તો તમારા માટે સારા અને ખરાબ એમ બન્ને સમાચાર છે. સારા સમાચાર એ છે કે Royal Enfield એક સસ્તું મોટરસાઇકલ લઈને આવ્યું છે. પરંતુ ખરાબ સમાચાર એ છે કે તમે આ બાઇકને ખરીદ્યા પછી પણ ચલાવી શકશો નહીં. વાસ્તવમાં, કંપનીએ તેની Royal Enfield Classic 500 બાઇકનું સ્કેલ મોડલ રજૂ કર્યું છે. મોડલ ઓરિજિનલ બાઇક જેટલું જ મોટું છે. તે કંપનીની ગોવામાં ચાલી રહેલી રાઇડર મેનિયા ઇવેન્ટમાં ખરીદી શકાય છે. આ ઇવેન્ટ 20 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.

શું છે સ્કેલ મોડેલની વિશેષતા?
સ્કેલ મોડેલ એ એક આર્ટિફેક્ટ (કલાકૃતિ) હોય છે જે ઑબ્જેક્ટ જેવું લાગે છે. સામાન્ય રીતે બાઇક અને કારના સ્કેલ મોડલ બનાવવામાં આવે છે. તે અસલ વાહન જેવું જ દેખાય છે, જો કે માત્ર રાખવામાં આવે છે. તેઓનો ઉપયોગ કરી શકાતો નથી.

fallbacks

વજન છે 8.5 કિગ્રા 
Royal Enfield એ આ સ્કેલ મોડલની કિંમત 67,990 રૂપિયા રાખી છે. આ કિંમતમાં તમે Hero MotoCorp, Bajaj અને TVS ની કેટલીક બાઇક ખરીદી શકો છો. આ મોડેલ હાથથી બનાવવામાં આવ્યું છે. તેનું વજન 8.5 કિલો છે. તેની લંબાઈ 780 mm, પહોળાઈ 380 mm અને ઊંચાઈ 261 mm છે.

તેના નિર્માણમાં નાની વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં ફ્યુઅલ ટેન્કથી જ આગળ અને પાછળનું સસ્પેન્શન, થ્રોટલ ગ્રિપ અને ક્લચ લીવર પણ ઓરિજિનલ બાઇકની જેમ કામ કરે છે. વાસ્તવિક બાઈકની જેમ પ્રતિકૃતિ આઠ પેઇન્ટ સ્કીમ્સ- રેડડિચ રેડ, ટીલ ગ્રીન, ક્રોમ બ્લેક, ગન ગ્રે, મરૂન ક્રોમ, બેટલ ગ્રીન, ડેઝર્ટ સ્ટોર્મ અને જેટ બ્લેકમાં પણ ઉપલબ્ધ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More