Home> Technology
Advertisement
Prev
Next

જિયોના આ પ્લાને વધારી એરટેલ અને વોડાની ચિંતા, 1095GB ડેટાની સાથે એક વર્ષ હોટસ્ટાર પ્રીમિયમ ફ્રી

જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 1499 અને 4199 રૂપિયાનો છે. એક વર્ષ સુધીની વેલિડિટી અને 1095જીબી સુધી ડેટા ઓફર કરનાર આ પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જિયોના આ પ્લાને વધારી એરટેલ અને વોડાની ચિંતા, 1095GB ડેટાની સાથે એક વર્ષ હોટસ્ટાર પ્રીમિયમ ફ્રી

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના જબરદસ્ત બેનિફિટ્સવાળા પ્રીપેડ પ્લાન્સની સાથે એરટેલ અને વોડાફોન-આઇડિયાને ટક્કર આપી રહ્યું છે. કંપનીએ હાલમાં પોતાના શાનદાર પ્લાન લોન્ચ કર્યાં છે, જેણે એરટેલ અને વોડાફોન-આઈડિયાની ચિંતા વધારી દીધી છે. જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 1499 અને 4199 રૂપિયાનો છે. એક વર્ષ સુધીની વેલિડિટી અને 1095જીબી સુધી ડેટા ઓફર કરનાર આ પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

પરંતુ એરટેલ અને વોડા પણ ઘણા પ્લાન ઓફર કરી રહ્યાં છે, જેમાં ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે, પરંતુ જિયો પોતાના યૂઝર્સને નવા પ્લાનાં ડિઝ્ની+હોટસ્ટારનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપી રહ્યું છે અને આ વાત તેને એરટેલ-વોડા કરતા અલગ બનાવે છે. આવો જાણીએ વિગત...

જિયોનો 1499 રૂપિયાનો પ્લાન
84 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં કંપની દરરોજ 2જીબી હિસાબે કુલ 168 જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ સાથે આવતા આ પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું પ્રીમિયમ વાર્ષિક સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો સિક્યોરિટી જેવી જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે. 

આ પણ વાંચોઃ Xstream Premium: એરટેલે લોન્ચ કર્યો દમદાર પ્લાન, માત્ર 149 રૂપિયામાં મળશે 15થી વધુ ઓટીટી સબ્સક્રિપ્શન

જિયોનો 4199 રૂપિયાવાળો પ્લાન
કંપની આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી ઓપર કરી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ 3જીબી ડેટા પ્રમાણે કુલ 1095 જીબી ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં કંપની દેશભરમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી એસએમએસ બેનિફિટ પણ મળે છે. પ્લાન સબ્સક્રાઇબર્સને કંપની એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More