Home> Technology
Advertisement
Prev
Next

Jio ના આ પ્લાનમાં મળશે સૌથી વધુ ડેટા, જિયો સિનેમા અને નેટફ્લિક્સની પણ મજા

આ પ્લાન એક એવો પ્લાન છે, જેમાં નેટફ્લિક્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. ખાસ વાત છે કે પ્લાનમાં કંપની એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા આપી રહી છે. પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે. 

Jio ના આ પ્લાનમાં મળશે સૌથી વધુ ડેટા, જિયો સિનેમા અને નેટફ્લિક્સની પણ મજા

નવી દિલ્હીઃ દરરોજ વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં તમારા માટે જબરદસ્ત પ્લાન હાજર છે. આ પ્લાનમાં કંપની દરરોજ 3જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે પ્લાનમાં એક એવો પ્લાન પણ છે, જે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન આપે છે. પ્લાન્સમાં કંપની એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને 84 દિવસ સુધીની વેલિડિટી મળશે. આ પ્લાન દરરોજ 100 ફ્રી એસએમએસ અને દેશભરમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ આપે છે. 

જિયોનો 1499 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસ આવે છે. આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે 3જીબી ડેટા મળશે. પ્લાનમાં કંપની એલિઝિબલ યૂઝર્સને 5જી ડેટાનો પણ લાભ આપી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટ્સમાં નેટફ્લિક્સ બેસિક, જિયો ટીવી અને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. 

આ પણ વાંચોઃ Lamborghini ની મોટી જાહેરાત, આ તારીખે લોન્ચ થશે 350kmph ટૉપ સ્પીડવાળી કાર

જિયોનો 999 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળશે. પ્લાનમાં કંપની દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં કંપની એલિઝિબલ યૂઝર્સને 5જી ડેટાનો પણ લાભ આપી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. 

જિયોનો 399 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 288 દિવસ છે. આ પ્લાનમાં તમને દરરોજ 3જીબી ડેટા મળશે. પ્લાનમાં 61 રૂપિયાનો એક્સ્ટ્રા ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કંપની એલિઝિબલ યૂઝર્સને 5જી ડેટાનો પણ લાભ આપી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. પ્લાનના સબ્સક્રાઇબરને જિયો ટીવી અને જિયો સિનેમાનું એક્સેસ પણ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More