Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jioની ધમાકેદાર ઓફર, ફ્રીમાં રોજ મળશે 2GB એક્સ્ટ્રા ડેટા


રિલાયન્સ જીયો યૂઝરોને 2જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રીમાં આપી રહી છે. કંપની આ ઓફરને જીયો ડેટા પેક હેઠળ ઉપલબ્ધ કરાવી રહી છે. કંપનીએ એક્સ્ટ્રા ડેટાને 27 એપ્રિલથી યૂઝરના એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધું છે. આવો જાણીએ ડીટેલ. 

Reliance Jioની ધમાકેદાર ઓફર, ફ્રીમાં રોજ મળશે 2GB એક્સ્ટ્રા ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) યૂઝર માટે ખુશખબર છે. કંપની યૂઝરોને ફ્રીમાં 2GB એક્સટ્રા ડેટા આપી રહી છે. દરરોજ 2GB એક્સ્ટ્રા ડેટાનો ફાયદો યૂઝરોના હાલના પ્લાન પર ઓફર કરવામાં આવી રહ્યો છે. કંપનીએ પાછલા મહિને 2GB ડેલી ડેટા બેનિફિટ ઓફર કરનાર 'Jio Data Pack'ને લોન્ચ કર્યું હતું. આ ડેટા પેકને કંપનીએ માર્ચના અંતમાં યૂઝરોના એકાઉન્ટમાં ક્રેડિટ કર્યુ હતું. રિપોર્ટ પ્રમાણે એકવાર ફરીથી કંપની આમ કરી રહી છે અને યૂઝરોને ચાર દિવસની વેલિડિટીની સાથે દરરોજ 2 જીબી વધારાનો ડેટા ફ્રીમાં આપી રહી છે. 

27 એપ્રિલથી એકાઉન્ટમાં થઈ રહેલા ક્રેડિટ જીયો ડેટા પેક હેઠળ કંપની દરરોજ 2જીબી વધારાનો ડેટા આપી રહી છે. કંપનીએ એક્સટ્રા ડેટાને 27 એપ્રિલથી યૂઝરોના એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યૂઝરોના એકાઉન્ટમાં 28 એપ્રિલે પણ ક્રેડિટ થયો છે. એકાઉન્ટમાં એક્સટ્રા ડેટા ક્રેડિટ કર્યા બાદ ચાર દિવસ સુધી વેલિડ રહે છે. 

ઓફર દરમિયાન યૂઝરને રોજ 2જીબી વધારાનો ડેટા વાપરવાની તક મળી રહી છે. જાણી લો કે તમારા જીયો નંબર પર 599 રૂપિયા વાળો પ્લાન એક્ટિવ છે જે ડેલી 1.5જીબી ડેટા આપે છે, તો આ ઓફર હેઠળ તમને દરરોજ મળનાર ડેટા 3.5જીબી થઈ જશે. 

My Jio આ રીતે કરો ચેક
ધ્યાન આપવાની વાત છે કે કંપની આ ઓફસ સીમિત યૂઝરો માટે લઈને આવી છે. તેવામાં કોના એકાઉન્ટમાં વધારાનો 2જીબી ડેલી ડેટા ક્રેડિટ થશે તેની પસંદગી રેન્ડમ રીતથી થઈ રહી છે. તેવામાં તમને દરરોજ ચાર દિવસ સુધી વધારાનો 2જીબી ડેટા મળશે તે નક્કી નથી. પરંતુ તેનો મતલબ તે નથી કે કંપનીની આ ઓફર નકલી છે. યૂઝર My Jio એપમાં જઈને જીયો ડેટા પેકની ઉપલબ્ધતા ચેક કરી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More