Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jio: આવી ગયો Jio નો સૌથી સસ્તો 75 રૂપિયાવાળો પ્લાન, 23 દિવસની વેલિડિટી સાથે મળશે ઘણું બધું

Reliance Jio: આ પ્લાનમાં યુઝરને 100 રૂપિયાથી ઓછા ખર્ચમાં અઢળક બેનિફીટ મળે છે. 23 દિવસની વેલિડિટી સાથે યુઝરસને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ મળે છે.

Reliance Jio: આવી ગયો Jio નો સૌથી સસ્તો 75 રૂપિયાવાળો પ્લાન, 23 દિવસની વેલિડિટી સાથે મળશે ઘણું બધું

Reliance Jio: જો તમે Jio ના ગ્રાહક છો અને કોઈ સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો તમારા માટે એક જોરદાર પ્લાન આવી ગયો છે. રિલાયન્સ Jio નો સૌથી સસ્તો પ્લાન છે જેમાં 100 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં કોલિંગ, ડેટા અને વેલિડિટીનો ફાયદો મળે છે. આ રિચાર્જ પ્લાન છે 75 રૂપિયાનો. 

આ પણ વાંચો: BSNL નો સૌથી સસ્તો પ્લાન, 91 રૂપિયામાં મળશે 2 મહિનાની વેલિડિટી સાથે અઢળક ફાયદા

રિલાયન્સ Jio ના 75 રૂપિયાના પ્લાનમાં 23 દિવસની વેલિડિટી સાથે યુઝર્સને કોલિંગ અને ડેટાનો ફાયદો પણ મળે છે. આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જેમને રોજ વધારે ડેટાને જરૂર નથી. તો ચાલો તમને જણાવીએ આ પ્લાનમાં યુઝરને કેટલા ફાયદા મળે છે. 

75 રૂપિયાનો રિચાર્જ પ્લાન 

Reliance Jio ના 75 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝરને 23 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં રોજ 100 MB ડેટા મળે છે એટલે કે 75 રૂપિયાના પ્લાનમાં 23 દિવસ માટે 2.5 GB ડેટા મળે છે. એક વખત ડેટાની લિમિટ પૂરી થઈ જાય તો ઇન્ટરનેટ બંધ નથી થતું બસ તેની સ્પીડ 64 kbps થઈ જાય છે. 

આ પણ વાંચો: Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન

75 રૂપિયાના રિચાર્જ પ્લાનના ફાયદા 

75 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને 50 SMS મળે છે. જોકે આ રિચાર્જ પ્લાન જીઓ ફોનના યુઝર્સ માટે છે. Jio ફોન યુઝર ખૂબ જ સરળતાથી આ રિચાર્જ પ્લાનને એક્ટિવ કરી શકે છે. Jio ની વેબસાઈટ પરથી અથવા તો MY jio એપના માધ્યમથી આ રિચાર્જ પ્લાનને એક્ટિવ કરી શકાય છે. 

આ પણ વાંચો: Vi નો આ નવો પ્લાન ભુક્કા બોલાવી દેશે, સસ્તામાં મળશે ફ્રી કોલિંગ, ડેટા સાથે ઘણુ બધું

આ રીચાર્જ પ્લાન સિવાય Jio નો 125 રૂપિયાનો પ્લાન પણ છે જેમાં ઓટીટીના સબસ્ક્રીપશન પણ ફ્રી મળે છે. 125 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ 23 દિવસની રહેશે. જેમાં રોજ 500 MB ડેટા, અનલિમિટેડ કોલિંગ, SMS અને સાથે જ જીઓ એપ્સ જેમકે JioTV, Jio Cinema, Jio Cloud અને Jio Security નો ઉપયોગ ફ્રીમાં કરવાની સુવિધા મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More