Home> Technology
Advertisement
Prev
Next

Jio: 100 રૂપિયાથી ઓછી કિંમતમાં 3GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસની વેલિડિટી

જિયોના પોર્ટફોલિયોમાં યૂઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન ઉપલબ્ધ છે. કંપનીએ કેટલાક ખાસ પ્લાન્સ લોન્ચ કર્યાં છે, જે સસ્તામાં કોલિંગ અને ડેટા ઉપલબ્ધ કરાવે છે. 
 

Jio: 100 રૂપિયાથી ઓછી કિંમતમાં 3GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસની વેલિડિટી

નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Recharge Plans: રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાતને સારી રીતે સમજે છે. કંપની પોતાના યૂઝર્સ માટે અનેક સસ્તા પ્લાન ઓફર કરે છે, જેમાં વધુ દિવસની વેલિડિટી, ડેટા અને અન્ય બેનિફિટ્સ મળે છે. 

ઓછા ભાવમાં દમદાર બેનિફિટ્સ
જો તમે પણ જિયોનો સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો આજે અમે તમને જિયોના આવા એક સસ્તા પ્લાનની માહિતી આપવાના છીએ, જેમાં તમને શાનદાર બેનિફિટ્સ મળવાના છે. અમે તમને જિયોના 91 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન વિશે માહિતી આપીશું. 

જિયોનું સસ્તું રિચાર્જ
જિયોનો આ સસ્તો રિચાર્જ પ્લાન જિયોફોન ગ્રાહકો માટે સૌથી બેસ્ટ પ્લાન છે. જેમાં જિયો યૂઝર્સને કોલિંગ અને ફ્રી એસએમએસની સાથે 28 દિવસની વેલિડિટી અને ડેટાનો લાભ મળે છે. 

આ પણ વાંચોઃ Jio: માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5 GB ડેટા સહિત મળશે આ ફાયદા

જિયોનો 91 રૂપિયાનો પ્લાન
જિયોના 91 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આવે છે. તેમાં તમને દરરોજ 1MB ડેટા મળે છે. તેવામાં તમને 28 દિવસની વેલિડિટી દરમિયાન કુલ 3જીબી ડેટા મળશે. આ સાથે 200MB ના એડિશનલ ડેટાનો ફાયદો પણ મળે છે. આ પ્લાન તે જિયોફોન યૂઝર્સ માટે સારો છે, જેને અનલિમિટેડ કોલિંગ સાથે થોડા ડેટાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More