Home> Technology
Advertisement
Prev
Next

Jio યૂઝર્સને મોજ, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યું છે જોરદાર કેશબેક, સાથે મળશે આ બેનિફિટ્સ

જો તમે જિયો યૂઝર્સ છો તો આ સમાચાર તમારા માટે છે. જિયો પોતાના યૂઝર્સ માટે કેશબેક ઓફર લાવ્યું છે. આ પ્લાન પર રિચાર્જ કરાવવા પર યૂઝર્સને કેશબેકનો લાભ મળશે. 

Jio યૂઝર્સને મોજ, આ રિચાર્જ પ્લાનની સાથે મળી રહ્યું છે જોરદાર કેશબેક, સાથે મળશે આ બેનિફિટ્સ
Updated: Nov 30, 2023, 04:46 PM IST

Reliance Jio Cashback Offcr: રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં પોતાના ગ્રાહકો માટે દરેક બજેટ અને રેન્જ અને વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન હાજર છે. ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. આ યૂઝર્સને ધ્યાનમાં રાખતા કંપની દરેક સમયે નવી ઓફર લાવતી રહે છે. હવે કંપનીએ નવી ઓફર લોન્ચ કરી છે, જાણો તેની માહિતી...

50 રૂપિયા સુધી મળશે કેશબેક

રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે જોરદાર પ્લાન્સ લઈને આવ્યું છે. કંપની આ વખતે પોતાના યૂઝર્સને આકર્ષિત કરવા માટે કેશબેક ઓફર લાવી છે. ઓફર હેઠળ યૂઝર્સને પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ પર 50 રૂપિયાનું કેશબેક આપવામાં  આવી રહ્યું છે. આવો આ પ્લાનની વિગત જાણીએ. 

જિયોનો 866 રૂપિયાનો પ્લાન
જો તમે જિયો યૂઝર છો તો તમને 866 રૂપિયાનું પ્રીપેડ રિચાર્જ કરાવવા પર કંપની 50 રૂપિયા સુધીનું કેશબેક આપવાનું છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આવે છે અને યૂઝર્સને દરરોજ બે જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં રિચાર્જ કરાવવા પર 5જી સર્વિસનો ઉપયોગ કરવાની પણ તક મળશે. 

આ પણ વાંચોઃ Hyundai Creta EV ની નવી તસવીરો, ડિઝાઇનમાં થયો ફેરફાર, રેંજ મળી શકે છે આટલી

મળશે અન્ય બેનિફિટ્સ
જો તમે જિયોનું 866 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનની સાથે ત્રણ મહિના માટે સ્વિગી વન લાઇટનું ફ્રી સબ્સક્રિપ્શન મળી જશે. 

આ પ્લાનની સાથે 61 રૂપિયાનું ડેટા રિચાર્જ ફ્રી
જો તમે જિયો યૂઝર્સ છો તો કંપની તમને 399 રૂપિયાવાળા પ્લાનની સાથે 61 રૂપિયાનો ડેટા પ્લાન ફ્રીમાં આપે છે. નોંધનીય છે કે 61 રૂપિયામાં તમને 6જીબી ડેટાનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને યૂઝર્સને પ્રતિદિન પ્રમાણે 3જીબી ડેટા મળે છે. આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે