Home> Technology
Advertisement
Prev
Next

એકવાર રિચાર્જ કરાવો અને 365 દિવસની વેલિડિટી મેળવો, આ છે Jio-Airtel-Vi-BSNL ના સૌથી સસ્તા પ્લાન

Cheapest Annual Prepaid Plans: જો તમે સસ્તા વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવવા ઈચ્છો છો તો અમે અહીં તમને Jio, Airtel, Vi, BSNL ના સૌથી સસ્તા વાર્ષિક પ્લાનની વિગત આપી રહ્યાં છીએ.

એકવાર રિચાર્જ કરાવો અને 365 દિવસની વેલિડિટી મેળવો, આ છે Jio-Airtel-Vi-BSNL ના સૌથી સસ્તા પ્લાન

નવી દિલ્હીઃ દર મહિને રિચાર્જ કરાવવું ખુબ ઝંઝટભર્યું કામ લાગે છે. તેવામાં ટેલિકોમ કંપનીઓ વાર્ષિક પ્લાન્સ ઉપલબ્ધ કરાવે છે, જે તમને 365 દિવસની વેલિડિટી આપે છે. જો તમે પણ Reliance Jio, Airtel, Vodafone Idea અને BSNL ના વાર્ષિક પ્લાન શોધી રહ્યાં છો તો અમે અહીં તમને આ કંપનીઓના સૌથી સસ્તા વાર્ષિક પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.

Airtel નો 1799 રૂપિયાનો પ્લાનઃ આ કંપનીનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. તેમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે કંપની  3600 SMS ની સુવિધા પણ આપી રહી છે. સાથે પ્લાનમાં અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે જેમાં અપોલો, ફાસ્ટેગ, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યૂઝિક સામેલ છે. 

Vodafone Idea વો 1799 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં યૂઝર્સને એરટેલના પ્લાનની જેમ બેનિફિટ્સ મળશે. તેમાં યૂઝર્સને 24 જીબી ડેટા આપવામાં આવશે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ કંપની પ્લાનમાં 3600 એસએમએસની સુવિધા આપી રહી છે. આ સિવાય Vi Movies & TV Basic નું એક્સેસ આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ સૌથી સસ્તો 5G ફોન લોન્ચ માટે તૈયાર, Jio Phone 5G માં હશે શાનદાર ફીચર્સ

Jio નો 2,545 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 336 દિવસની છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 504 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

BSNL નો 1797 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. કિંમત પ્રમાણે તેની વેલિડિટી યોગ્ય છે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કંપની દરરોજ 100 એસએમએસ પણ આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More