Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jio Best Plan: જિયોનો 719 અને 749 રૂપિયાવાળો પ્લાન બન્યો પોપ્યુલર, યૂઝર્સને મળે છે ખાસ ફાયદા

Reliance Jio Recharge Pack Under 800 RS: રિલાયન્સ જિયો 749 અને 719 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ ઓફર કરે છે. 

Reliance Jio Best Plan: જિયોનો 719 અને 749 રૂપિયાવાળો પ્લાન બન્યો પોપ્યુલર, યૂઝર્સને મળે છે ખાસ ફાયદા

Reliance Jio Prepait Plan: રિલાયન્સ જિયોની પાસે અલગ-અલગ કેટેગરીવાળા ઘણા રિચાર્જ પ્લાન છે. જિયોની પાસે પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે 1GB, 1.5GB, 2GB, 2.5GB, 3GB ડેલીવાળા ઘણા પેક છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોની પાસે 800 રૂપિયાથી ઓછી કિંમતના 749 રૂપિયા અને 719 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન હાજર છે. તમને જણાવી રહ્યાં છીએ કે આ બંને પ્લાનમાં ક્યા-ક્યા બેનિફિટ્સ ઓફર કરવામાં આવી રહ્યો છે. 

જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન
રિલાસન્ય જિયોના 749 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 90 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કે ગ્રાહક કુલ 180જીબી ડેટા ઉપયોગ કરી શકે છે. આ પ્લામાં મળનાર ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. 

જિયોના આ રિચાર્જ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. એટલે કે યૂઝર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ લોકલ અને એસટીડી કરી શકે છે. યૂઝર્સને આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. 

આ પણ વાંચોઃ ગુમ મોબાઈલ બ્લોક કર્યા પછી જો ફરી મળી જાય તો કેવી રીતે કરશો અનલોક

જિયોના આ પ્લાનમાં જિયો ટીવી, જિયોસિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 5જી નેટવર્ક ચલાવી રહેલાં યૂઝર આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા વાપરી શકે છે. 

જિયોનો 719 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 719 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં 2જીબી ડેટા પ્રમાણે કુલ 168 જીબી ડેટા મળે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. 

જિયોના આ પ્લાનમાં દેશભરમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More