Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jio નો 555 રૂપિયાવાળો બેસ્ટ સેલર પ્લાન, મળી રહ્યો છે 126GB ડેટા, અનલિમિટેડ કોલ

Reliance Jio ના 555 રૂપિયાવાળા પ્લાનમાં જીયો ટીવી, જીયોસિનેમા, જીયો ન્યૂઝ અને જીયો સિક્યોરિટી જેવી એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

 Reliance Jio નો 555 રૂપિયાવાળો બેસ્ટ સેલર પ્લાન, મળી રહ્યો છે 126GB ડેટા, અનલિમિટેડ કોલ

નવી દિલ્હીઃ Reliance Jio ની પાસે ઘણા એવા પ્લાન છે જેની વેલિડિટી 84 દિવસ છે. મુકેશ અંબાણીની લીડરશિપવાળી જીયોએ હાલમાં 555 રૂપિયાવાળા ઓલ-ઇન-વન પ્લાનને બેસ્ટ સેલર કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો છે. 555 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન સિવાય જીયોએ 2399 રૂપિયા, 599 રૂપિયા અને 199 રૂપિયાવાળા પ્લાનને બેસ્ટ સેલર કેટેગરીમાં રાખ્યો છે. આવો તમને જણાવીએ જીયોના 555 રૂપિયાવાળા પ્લાન વિશે તમામ માહિતી...

555 રૂપિયાવાળો જીયો પ્રીપેડ પ્લાન
જીયોના 555 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 

આ પણ વાંચોઃ 300 રૂપિયામાં મેળવો દરરોજ 4GB ડેટા, આ કંપનીઓ આપી રહી છે ઓફર

જીયોના આ બેસ્ટસેલર પ્લાનને રિચાર્જ કરવા પર ગ્રાહક દેશભરમાં લોકલ અને એસટીડી કોલનો ફાયદો ફ્રીમાં લઈ શકે છે. આ સિવાય દરરોજ 100 એસએમએસ પણ ફ્રી મળે છે. જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉટની ફ્રી મેમ્બરશિપનો ફાયદો 555 રૂપિયાવાળા રિચાર્જમાં લઈ શકાય છે .

વાત કરીએ 199 રૂપિયાવાળા જીયો પ્લાનની તો બેસ્ટસેલર પ્લાનમાં પણ 1.5GB ડેટા દરરોજ ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને 100 એસએમએસ દરરોજ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More