Home> Technology
Advertisement
Prev
Next

Realme: સ્માર્ટફોન પર 5 હજાર સુધી અને સ્માર્ટ TV પર 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

16 ઓક્ટોબરથી રિયલમીનો ખાસ સેલ શરૂ થવાનો છે. 21 ઓક્ટોબર સુધી ચાલનાર આ સેલમાં સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવી અને બીજી ઘણી પ્રોડક્ટ પર બમ્પર છૂટ મળશે. 
 

 Realme: સ્માર્ટફોન પર 5 હજાર સુધી અને સ્માર્ટ TV પર 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ Realmeના સ્માર્ટફોન અને બીજા શાનદાર ગેજેટ ખરીદવાની શાનદાર તક આવી ગઈ છે. કંપનીએ પોતાના Festive Days with First Sale Offers ની જાહેરાત કરી છે. રયલમીનો આ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થશે. 21 ઓક્ટોબર સુધી ચાલનાર આ સેલમાં પોપ્યુલર સ્માર્ટફોન પર 5 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે. આ સિવાય સેલમાં તમે રિયલમી સ્માર્ટ ટીવી અને સ્માર્ટવોચને પણ બેસ્ટ ઓફરમાં ખરીદી શકશો. 

રિયલમી X50 પ્રો પર 5 હજારની છૂટ
આ ફોનના બે વેરિયન્ટ પર 5 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. છૂટ બાદ તેના 8જીબી+128 જીબી વેરિયન્ટની કિંમત 41999 રૂપિયાથી ઘટીને 36,999 રૂપિયા થઈ ગઈ છે. તો તેના 12જીબી+256 જીબી સ્ટોરેજ મોડલ હવે 42999 રૂપિયામાં મળશે. સેલ દરમિયાન આ ફોને નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી શકાશે. 

3 હજાર રૂપિયા સસ્તો મળશે રિયલમી X3 સુપરઝૂમ
આ ફોન પર તમને ફેસ્ટિવ ડે ફર્સ્ટ સેલ ઓફરમાં 3000 રૂપિયાની છૂટ મળશે. છૂટ બાદ આ ફોનના 8જીબી+128 જીબી વેરિયન્ટને 27000 રૂપિયાની જગ્યાએ 24999 રૂપિયા અને 12જીબી+256 જીબી વેરિયન્સને  32,999 રૂપિયાની જગ્યાએ 29999 રૂપિયામાં ખરીદી શકાશે. સેલ દરમિયાન આ ફોન પણ નો-કોસ્ટ ઈએમઆઈ પર ઉપલબ્ધ હશે. 

બે સસ્તા ફોન લાવી રહ્યું છે OnePlus,આ મહિને આવી શકે છે Nord N10 5G અને Nord N100  

રિયલમી  X3 પક 3 હજાર રૂપિયાની છૂટ
16થી 21 ઓક્ટોબર વચ્ચે આ ફોન પણ 3 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થવાનો છે. છૂટ બાદ તેના 6જીબી+128 જીબી વેરિયન્ટને 21999 રૂપિયા અને 8જીબી+128જીબી વેરિયન્ટને 22999 રૂપિયામાં ઓર્ડર કરી શકાશે. 

સ્માર્ટ ટીવી પર 3 હજાર રૂપિયા સુધીની છૂટ
સેલમાં  Realme Smart TV SLED 4K (55 ઇંચ)નેતમે 3 હજાર રૂપિયાની છૂટની સાથે ખરીદી શકશો. છૂટ બાદ 42999 રૂપિયાની કિંમત સાથે લોન્ચ થયેલ ટીવી 39,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કંપનીના ઈન્ડિયા હેડે આ ધાંસૂ ટીવી પર મળનાર ઓફર વિશે ટ્વીટ કર્યું છે. 

16 ઓક્ટોબરે શરૂ થનાર આ સેલમાં તમે 22,999 રૂપિયાની કિંમતમાં આવનાર રિયલમી સ્માર્ટ ટીવી (43 ઇંચ)ને એક હજાર રૂપિયાની છૂટની સાથે ખરીદી શકશો. સેલમાં 32 ઇંચ વાળા રિયલમી ટીવી પર પણ 1 હજારની છૂટ મળશે. ત્યારબાદ આ ટીવી માત્ર 12,999મા ખરીદી શકાશે. 
 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More