Home> Technology
Advertisement
Prev
Next

PUBG નો પણ આવી ગયો છે બાપ! ભારત આખું ફરી ચઢશે આ વીડિયો ગેમના રવાડે!

PUBG: આ ગેમ The Age of Empires થી પ્રેરિત લાગે છે. અહીં પૌરાણિક ડ્રેગન પાત્રને પસંદ કરીને દુશ્મનની સેનાને ખતમ કરવી પડે છે. કંપની કહે છે કે રોડ ટુ વેલોર: એમ્પાયર્સ એ રીઅલ-ટાઇમ PvP રણનીતિ ગેમ છે, જ્યાં તમે પૌરાણિક દેવતાઓ, જાનવરો અને નાયકોની કમાન સંભાળતા વિશ્વભરના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી શકો છો.

PUBG નો પણ આવી ગયો છે બાપ! ભારત આખું ફરી ચઢશે આ વીડિયો ગેમના રવાડે!

Video Game: PUBG અને BGMI ગેમ બનાવનારી કંપની Krafton હવે ભારતમાં નવી ગેમ લોન્ચ કરવા જઈ રહી છે. જેનું નામ Road to Valor Empires હશે. આ જાણકારી ક્રાફ્ટન ઈન્ડિયાના CEO સોહને આપી છે. સોશિયલ મીડિયામાં નવી ગેમનું ટીઝર શેર કરવામાં આવ્યું. ગેમને ડ્રીમોશનથી વિકસિત કરી શકાય છે. 2021માં ડ્રીમોશનને ક્રાફ્ટને અધિગ્રહિત કરી હતી. ડેવલપરે ભારતમાં અનેક ગેમ્સ રજૂ કરી હતી. જેમાં રોનિન ધ લાસ્ટ સમુરાઈ, રોડ ટૂ વેલોર વર્લ્ડ વૉર-2 અને ગનસ્ટ્રાઈડર ટૈપ સ્ટ્રાઈકનો સમાવેશ થાય છે. 

જલદી શરૂ થશે Road to Valor Empires-
ડ્રીમોશન છેલ્લા કેટલાક મહિનાઓથી Road to Valor Empiresને પોતાની યુટ્યુબ ચેનલ પર ટીજ કરતી રહી છે. આનું ઓફિસિયલ ટ્રેલર 2022માં રિલિઝ કરવામાં આવી હતી. આ ગેમ પૌરાણિક પાત્રો પર પ્રકાશ પાડે છે. આ પાત્રોને ખેલાડી તરીકે પસંદ કરી શકાય છે. Google Play ડિટેલ નોટમાં કહેવામાં આવ્યું છે કે, યૂઝર્સને એથેના (યુદ્ધની દેવી), ઓડિન (એસ્ગાર્ડના રાજા), મેડુસા, મેન્ટીકોર, એચિલીસ અને વાલ્કીરીઝ જેવા પાત્રોમાંથી પસંદગી કરવાની રહેશે. 

દુશ્મન સેનાને કરવી પડશે ખતમ-
આ ગેમ The Age of Empiresથી પ્રેરિત લાગે છે. અહીં પૌરાણિક ડ્રેગન પાત્રને પસંદ કરીને દુશ્મનની સેનાને ખતમ કરવી પડે છે. કંપની કહે છે કે રોડ ટુ વેલોર: એમ્પાયર્સ એ રીઅલ-ટાઇમ PvP રણનીતિ ગેમ છે, જ્યાં તમે પૌરાણિક દેવતાઓ, જાનવરો અને નાયકોની કમાન સંભાળતા વિશ્વભરના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી શકો છો.

ક્રાફ્ટન તેની પેટાકંપની રાઇઝિંગવિંગ્સ દ્વારા બનાવવામાં આવેલી ડિફેન્સ ડર્બી નામની એક નવી ગેમ લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહી છે. જેમાં  ખેલાડીઓને ડેક બનાવવાની અને તેમના કિલ્લાનો બચાવવાની જરૂર પડશે. એક શક્તિશાળી ડેક બનાવવા માટે યૂઝર્સ હરાજી સિસ્ટમ દ્વારા કાર્ડ મેળવવાની જરૂર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More