Home> Technology
Advertisement
Prev
Next

મેક ઇન ઇન્ડીયા હેઠળ વર્ષ 2020માં 10 કરોડ સ્માર્ટફોન બનાવશે Oppo, ભારતમાં 5Gને લઇને કંપનીએ આ કહ્યું

ચીનની ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓપ્પો ભારતીય બજારમાં યુવા વસ્તીને ધ્યાનમાં રાખતાં તકને ઝડપી રાખવાની તૈયારીમાં છે. કંપની દ્વારા સ્ટાર્ટઅપને સહયોગ દ્વારા સરકારના 'મેક ઇન ઇન્ડીયા મિશનમાં સમર્થનની રણનિતીઓ બનાવવા અને ભારત કેંદ્વીત નવપ્રવર્તન લાવવાનું છે.

મેક ઇન ઇન્ડીયા હેઠળ વર્ષ 2020માં 10 કરોડ સ્માર્ટફોન બનાવશે Oppo, ભારતમાં 5Gને લઇને કંપનીએ આ કહ્યું

નવી દિલ્હી: ચીનની ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓપ્પો ભારતીય બજારમાં યુવા વસ્તીને ધ્યાનમાં રાખતાં તકને ઝડપી રાખવાની તૈયારીમાં છે. કંપની દ્વારા સ્ટાર્ટઅપને સહયોગ દ્વારા સરકારના 'મેક ઇન ઇન્ડીયા મિશનમાં સમર્થનની રણનિતીઓ બનાવવા અને ભારત કેંદ્વીત નવપ્રવર્તન લાવવાનું છે. મેક ઇન ઇન્ડીયા મિશન હેઠળ ઓપ્પોનો ઇરાદો 2020ના અંત સુધી સ્થાનિક સ્તર પર 10 કરોડ સ્માર્ટફોનના ઉત્પાદનનો છે. સાથે જ કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજી પ્રોડક્ટ્સ લાવવા માંગે છે જેથી ભારતીય ગ્રાહકોની જરૂરિયાત પુરી શકાય. 

ભારતમાં ટેક્નોલોજીમાં સતત આવી રહેલા ફેરફારને ધ્યાનમાં રાખતાં ઓપ્પો અહીં આગામી પેઢી માટે 5જી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) પર ધ્યાન આપી રહી છે. ઓપ્પો ઇન્ડીયાના ઉપાધ્યક્ષ (રિસર્ચ અને વિકાસ) તસ્લીમ આરિફે પીટીઆઇ ભાષાને કહ્યું કે ''જ્યાં સુધી 5જીનો સવાલ છે તો ભારત એક ઉલ્લેખનીય બજાર છે. દેશની નવી રાષ્ટ્રીય ડિજિટલ ટેલિકોમ નિતિ (એનડીસીપી)માં ઉદ્યોગ અને દેશ માટે સકારાત્મક દ્વષ્ટિકોણ આપ્યો છે. 

તેમણે કહ્યું કે ઓપ્પોમાં ત્યારબાદ હૈદરાબાદના રિસર્ચ અને વિકાસ કેન્દ્રમાં 5જી નેટવર્ક માટે કામ પહેલાં જ શરૂ થઇ ચુક્યું છે. જેમ કે ઇકોસિસ્ટમ તૈયાર થશે, કંપની 5જી ટેક્નોલોજી અનુકૂળ સ્માર્ટફોન લઇને આવશે. ઓપ્પો ઇન્ડીયાના ઉપાધ્યક્ષ (ઉત્પાદન અને માર્કેટિંગ) સુમીત વાલિયાએ કહ્યું કે ''દેશમાં 50 કરોડ ગ્રાહક એવા છે જે ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આ લોકો માટે સ્માર્ટફોન દ્વારા સ્માર્ટફોન આવવાની તૈયારી છે. 4જી પહોંચી અને સસ્તા ઉપકરણો તથા સસ્તા ડેટાના લીધે આ ઉદ્યોગ સતત આગળ વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More