Home> Technology
Advertisement
Prev
Next

Oppo F11 Proની એવેન્જર એન્ડ ગેમ એડિશન ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત

6GB RAM + 128GB ROMના સ્ટોરેજ વાળાઆ લેટેસ્ટ બ્રાન્ડ ફોન ન માત્ર OPPOના ગ્રાહકો પરંતુ દેશભરમાં માર્વેલ સ્ટૂડિયોના ફેન્સ માટે પણ સારો અનુભવ થશે. 

Oppo F11 Proની એવેન્જર એન્ડ ગેમ એડિશન ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત

નવી દિલ્હી: અત્યારે સુપરહીરોઝ વાળી ફિલ્મનો ફાયદો ઉઠાવા માટે કોઇ પણ કંપની તૈયાર છે. અને એમાં પણ મોબાઇલ કંપનીઓ આ મૌકાનો ખાસ ફાયદો ઉઠાવી રહી છે. અને તેના મોબાઇલો પણ સુપર હીરોઝ વાળી ફિલ્મોના થીમ પર બનાવી રહી છે. મારવેલ સ્ટૂ઼ડિયોની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર એન્ડ ગેમને લઇને દર્શકોમાં જોવા મળી રહેલા ભારે ક્રેઝનો ફાયદો ઉઠાવા માટે આ ફિલ્મ બનાવનાર માર્વેલ સ્ટૂડિયો સાથે ટાઇઅપ કરીને F11 Pro માર્વેલ્સ એવેન્જર લિમિટેડ એડિશન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. 

શું છે ફોનની ખાસિયતો?
આ સ્માર્ટફોન ખરીદવા પર ઓપ્પો એક કલેક્શન સર્ટિફિકેટ, એક થીમ-પ્રિન્ટેડ લોગો અને એક કેપ્ટન અમેરિકા ઇસ્પાયર્ડ બેક કવર પણ આપી રહી છે. જેનો ઉપયોગ સ્ટેંડ તરીકે પણ કરી શકાય છે. આ એડિશનમાં એજ ફિચર્સ આવેલા છે જે ફિસર્ચ માર્ચમાં લોન્ચ કરવામાં આવેલા ઓપ્પો F11 Pro માં આપવામાં આવ્યા હતા.

છ વર્ષમાં 95 ટકા સસ્તો થયો ડેટા, 2023 સુધી આટલા વધી જશે ઇન્ટરનેટ યૂજર્સ

માત્ર એક જ વેરિએન્ટમાં હશે ઉપલબ્ઘ
સ્માર્ટફોનના એવેન્જર્સ એન્ડગેમ એડિશન માત્ર એક જ વેરિએન્ટમાં મળશે. સ્માર્ટફોન 6 GB રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેઝ સાથે મળશે. આ એડિશનની કિંમત 27,990 રૂપિયા રાખવામાં આવી છે. આ મોબાઇલને આજથી પ્રિઓર્ડર તરીકે બુક કરવામાં આવી રહ્યો છે.

Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યો Mi LED Smart Bulb, આ છે ખાસિયત

16 MP નો પોપઅપ સેલ્ફી કેમેરો 
આ મોબાઇલમાં 16MPનો પોપ-અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. અને રિયર કેમેરો 48MPનો પ્રાઇમરી કેમેરો અને 5MPનો સેકેન્ડરી કેમેરા વાળો ડ્યુઅલ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,020mAhની બેટરીની સાથે VOOC ફાસ્ટ ચાર્જરનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More