Home> Technology
Advertisement
Prev
Next

Oppo A53 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

Oppo A53 2020ને આજે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની કંપની દ્વારા આ નવો સ્માર્ટફોન પાછલા સપ્તાહે ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
 

 Oppo A53 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

નવી દિલ્હીઃ ઓપ્પોએ પોતાની પોપ્યુલર A સિરીઝના પોર્ટફોલિયાનો વધારતા ભારતમાં નવો સ્માર્ટફોન Oppo A53 લોન્ચ કર્યો છે. ફોનના 3જીબી અને 64 જીબી સ્ટોરેજ વાળા મોડલની કિંમત 12,990 રૂપિયા અને 6જીબી રેમ+128જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 15,490 રૂપિયા છે. ઓપ્પોનો આ પ્રથમ ફોન છે જે આ ભાવમાં 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે ઓફર કરે છે. મિડ-રેન્જ સેગમેન્ટમાં આવનાર આ ફોનમાં પંચ હોલ સેલ્ફી કેમેરાની સાથે રિયર કેમેરા સેટઅપ અને દમદાર બેટરી જેવા શાનદાર ફીચર આપવામાં આવ્યો છે. 

Oppo A53 2020ને એક વર્ચુઅલ લોન્ચ ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો છે.ભારતમાં લોન્ચ થયા બાદ તેનો મુલાબલો Realme 6i, Redmi Note 9 અને Samsung Galaxy M11 જેવા સ્માર્ટફોન સાથે થવાનો છે.

આ સ્માર્ટફોનને ઈન્ડોનેશિયામાં બે કલર ઓપ્શન- ઇલેક્ટ્રિક બ્લેક અને ફેન્સી બ્લૂમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 

સસ્તામાં ખરીદો રિયલમી સ્માર્ટફોન, શરૂ થયો Realme Youth Days સેલ  

Oppo A53 2020ના સ્પેસિફિકેશન્સ
ડ્યુઅલ સિમ (નેનો) સપોર્ટ વાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 બેસ્ડ ColorOS 7.2 પર ચાલે છે અને તેમાં  90Hz રિફ્રેશ રેટની સાથે 6.5-ઇંચ  HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રૈગન 460 પ્રોસેસર છે. 

ફોટોગ્રાફી માટે તેના રિયરમાં 16MPનો પ્રાઇમરી કેમેરો અને બે 2MPના કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરો છે. તેની બેટરી  5,000mAhની છે.

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More