Home> Technology
Advertisement
Prev
Next

Oppo A12 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

ઓપ્પોએ બજેટ કેટેગરીમાં નવો હેન્ડસેટ ભારતમાં લોન્ચ કર્યો છે. ોપ્પો એ12માં વોટરડ્રોપ નોચ અને 6.22 ઇંચ સ્ક્રીન છે. 

Oppo A12 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

નવી દિલ્હીઃ ઓપ્પોએ ભારતમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Oppo A12 લોન્ચ કર્યો છે. ઓપ્પોએ આ સ્માર્ટફોનમાં 6.22 ઇંચની વોટરડ્રોપ ડિસ્પ્લે અને મીડિયાટેક પ્રોસેસર આપ્યું છે. અમે તમને જણાવીએ એ12ની કિંમત તથા સ્પેસિફિકેશન વિશે..

Oppo A12: કિંમત તથા ઉપલબ્ધતા
ઓપ્પો એ12ના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 9,990 રૂપિયા છે. તો 3 જીબી રેમ મોડલ 11,490 રૂપિયામાં મળે છે. સ્માર્ટફોન 10 જૂનથી ઓનલાઇન તથા ઓફલાઇન સ્ટોર દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે. 

મહત્વનું છે કે કંપનીએ લોન્ચ ઓફર હેઠળ ડિવાઇસની ખરીદી પર 5 ટકા કેશબેકની જાહેરાત કરી છે. આ કેશબેક બેન્ક ઓફ બરોડા અને ફેડરલ બેન્ક ડેબિડ કાર્ડ દ્વારા ઈએમઆઈ પર ફોન ખરીદવા પર મળશે. આ સિવાય નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ છે. ઓપ્ટો 21 જૂનથઈ પહેલા સ્માર્ટફોન ખરીદવા પર 6 મહિનાની એક્સટેન્ડેડ વોરંટી પણ ઓફર કરી રહ્યું છે. 

Oppo A12: સ્પેસિફિકેશન્સ
ઓપ્પો એ12માં મીડિયાટેક હીલિયો પી35 ઓક્ટો-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 6.22 ઇંચની વોટરડ્રોપ સ્ક્રીન છે જેનું રિઝોલ્યુશન 1520x720 પિક્સલ છે. સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 89 ટકા છે અને આસ્પેક્ટ રેશિયો 19:9 છે. સુરક્ષા માટે કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં રિયર પર 3ડી ડાયમંડ બ્લેઝ ડિઝાઇન છે. 

Reliance Jio લાવ્યું ચાર એડ-ઓન પેક, ફ્રી Hotstar  અને 240GB સુધી ડેટા

વાત કરીએ કેમેરાની તો સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે. રિયર પર 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે રિયર કેમેરા આપવમાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે ડિવાઇઝ 6x ડિજિટલ ઝૂમ સપોર્ટની સાથે આવે છે. 

ઓપ્પો એ12 એક ડ્યૂલ સિમ ફોન છે જે ડ્યૂલ સિમ કાર્ડ અને એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ કરે છે. હેન્ડસેટને પાવર આપવા માટે ફોનમાં  4230mAh ની બેટરી આપવામાં આવી છે. ફોન બ્લૂ અને બ્લેક બે કલરમાં આવે છે. સ્માર્ટફોનમાં ફેસ અનલૉક ફીચર અને રિયર પર ફ્રિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More