Home> Technology
Advertisement
Prev
Next

Jio યૂઝર્સને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! આ બે સસ્તા રિચાર્જ પ્લાન હટાવી દેવાયા, બધા પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G

Reliance Jio: જિયોએ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોથી બે પ્લાન કાઢી નાખ્યા છે. આ બંને પ્લાન વેલ્યૂ ફોર મની રિચાર્જ હતા. જો કંપની આ બે પ્લાન્સના રિચાર્જ ઓપ્શન રાખત તો તેમને કદાચ ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે તેમ હતું. જેને જોતા હાલ કંપનીએ આ બંને પ્લાનને રિમૂવ કર્યા છે. 

Jio યૂઝર્સને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! આ બે સસ્તા રિચાર્જ પ્લાન હટાવી દેવાયા, બધા પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G
Viral Raval |Updated: Jun 28, 2024, 03:48 PM IST

જિયોએ પોતાના તમામ રિચાર્જ પ્લાન્સના ભાવમાં વધારો કરી દીધો છે. જો કે ગ્રાહકો પાસે 3 જુલાઈ સુધી જૂના ભાવે પોતાનો નંબર રિચાર્જ કરાવવાનો વિકલ્પ હજુ પણ છે. પરંતુ જિયોએ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોથી બે પ્લાન કાઢી નાખ્યા છે. આ બંને પ્લાન વેલ્યૂ ફોર મની રિચાર્જ હતા. જો કંપની આ બે પ્લાન્સના રિચાર્જ ઓપ્શન રાખત તો તેમને કદાચ ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે તેમ હતું. જેને જોતા હાલ કંપનીએ આ બંને પ્લાનને રિમૂવ કર્યા છે. 

બે સસ્તા પ્લાન

બ્રાન્ડ આ રિચાર્જ પ્લાન્સને ફ્યૂચરમાં પોતાના પોર્ટફોલિયોમાં રિવાઈસ પ્રાઈસ સાથે પાછા જોડશે. કંપનીએ આ રિચાર્જની વધેલી કિંમત પણ શેર કરી છે. અમે જેની વાત કરી રહ્યા છીએતે જિયોના 395 રૂપિયા અને 1559 રૂપિયાના પ્લાનની. જે વેલ્યૂ પ્લાન્સની યાદીમાં સામેલ હતા. આ બને રિચાર્જ અનલિમિટેડ 5જી ડેટા સાથે આવતા હતા. ઓછા ભાવમાં લાંબી વેલિડિટી માટે ગ્રાહકોને આ પ્લાન પસંદ પડતા હતા. જ્યાં 395 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળતી હતી, જ્યાં 1559 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળતી હતી.

fallbacks 

હવે કેટલામાં આવશે પ્લાન
જિયોએ આ બંને પ્લાન્સને અનલિમિટેડ 5જી લિસ્ટ સાથે જ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોથી પણ રિમૂવ કર્યા છે. નવી યાદીમાં આ પ્લાન વધેલી કિંમત સાથે મળશે. કંપનીએ 1559 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 1899 રૂપિયા કરી દીધી છે. 

આ પ્લાન હજુ પણ 24જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, અને 3600 એસએમએસ સાથે 336 દિવસની વેલિડિટી માટે આવશે. 395 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો 3 જુલાઈથી આ પ્લાન 479 રૂપિયામાં મળશે. જેમાં 84 દિવસની વેલિડિટી માટે 6ડીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને બીજા બેનિફિટ્સ મળશે. 

અનલિમિટેડ 5જી ડેટા નહીં મળે
અત્રે જણાવવાનું કે કંપનીએ પોતાના પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ બંને પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો છે. હવે જિયોના પ્રીપેઈડ પ્લાન્સની શરૂઆત 155 રૂપિયાની જગ્યાએ 189 રૂપિયાથી થશે. જ્યારે કંપનીનો પોસ્ટપેઈડ પ્લાન 299 રૂપિયાની જગ્યાએ 349 રૂપિયાની કિંમત પર મળશે. ધ્યાન રાખવું કે કંપની હવે અનલિમિટેડ 5જીની સુવિધા ફક્ત ડેઈલી 2જીબી અને તેની ઉપરના ડેટાવાળા પ્લાન્સમાં આપી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે