Home> Technology
Advertisement
Prev
Next

JBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV 43-ઇંચ મોડલ લોન્ચ, કિંમત છે આટલી

Nokia Smart TV 43 ઇંચ મોડલને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવું 43-ઇંચ મોડલ ગત વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થયેલા 55-ઇંચ મોડલ સાથે ઉપલબ્ધ રહેશે. આ નવા ટીવીને નોકિયા વેબસાઇટ પર માર્ચથી ટીઝ કરવામાં આવ્યું હતું.

JBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV 43-ઇંચ મોડલ લોન્ચ, કિંમત છે આટલી

નવી દિલ્હી: Nokia Smart TV 43 ઇંચ મોડલને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવું 43-ઇંચ મોડલ ગત વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થયેલા 55-ઇંચ મોડલ સાથે ઉપલબ્ધ રહેશે. આ નવા ટીવીને નોકિયા વેબસાઇટ પર માર્ચથી ટીઝ કરવામાં આવ્યું હતું. જોકે કોરોના વાયરસ લોકડાઉનના લીધે લોન્ચિંગમાં મોડું થયું. નવા નોકિયા સ્માર્ટ ટીવી 43-ઇંચને લાઇસન્સ એગ્રીમેન્ટ હેઠળ ફ્લિપકાર્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેની ખાસ વાતોનો ઉલ્લેખ કરીએ તો JBL ઓડિયો અને ડોલ્બી વિઝન સપોર્ટ આપવામાં આવ્યો છે. 

Nokia Smart TV 43-ઇંચની કિંમત 31,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનું વેચાણ એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ પરથી થશે. તેનો પહેલો સેલ 8 જૂન બપોરે 12 વાગ્યાથી થશે. ઓફર્સની વાત કરીએ તો ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને 5 ટકા અનલિમિટેડ કેશબેક, એક્સિસ બેંક બજ ક્રેડિટ કાર્ડ પર 10 ટકા છૂટ, સિટી બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ટ્સ પર 1500 રૂપિયાની છૂટ અને 2667 રૂપિયા પ્રતિ મહિનાની શરૂઆતથી નો-કોસ્ટ ઇએમઆઇ ઓપશન્સ મળશે. ફ્લિપકાર્ટ દ્વારા 6 મહિના માટે યૂટ્યૂબ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ પર તેને સિંગલ બ્લેક કલર ઓપ્શનમાં લિસ્ટ કરવામાં આવ્યું છે. 

Nokia Smart TV 43-ઇંચના સ્પેસિફિકેશન્સ
આ એંડ્રોઇડ 9.0 પર કામ કરે છે અને તેમાં 60Hz રિફ્રેશ રેટ અને 300 nits બ્રાઇનેસ સાથે 43-ઇંચ 4K UHD (3,840x2,160 પિક્સલ) LED ફ્લેટ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. અહીં બધા સાઇડ્સ બેઝલ્સ ઓછા છે. આ સ્માર્ટફોનમાં 2.25GB રેમ, Mali450 ક્વોડ-કોર GPU અને 16GB સ્ટોરેજ સાથે 2GHz CA53 ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં Netflix, Amazon Prime Video, Disney+ Hotstar અને YouTube જેવા OTT એપ્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. 

આ સ્માર્ટ ટીવીમાં ગૂગલ પ્લે સ્ટોર, 2.4GHz Wi-Fi અને બ્લૂટૂથ 5.0નો સપોર્ટ ઉપલબ્ધ છે. અહીં 24W આઉટપુટ સાથે બે સ્પિકર્સ આપવામાં આવ્યા છે. અને આ JBL ઓડિયો, ડોલ્બી ઓડિયો, DTS ડ્રસરાઉન્ડ સપોર્ટ ઓફર કરે છે. આ ઉપરાંત તેમાં HDMI પોર્ટ્સ, એક ડિજિટલ ઓડિયો આઉટપુટ, RF કનેક્ટિવિટી અને એક એનાલોગ ઓડિયો ઇનપુટ ઉપલબ્ધ છે. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More