Home> Technology
Advertisement
Prev
Next

Nike ના ઓટોમેટિક ફિટિંગવાળા SMART બૂટ લોન્ચ, જાતે બંધાઇ જશે બૂટની દોરી, જાણો કિંમત

Nike ના ઓટોમેટિક ફિટિંગવાળા SMART બૂટ લોન્ચ, જાતે બંધાઇ જશે બૂટની દોરી, જાણો કિંમત

જૂતા અને સ્પોર્ટ્સ વિયર બનાવનાર જાણીતિ કંપની નાઇકે (Nike) એ એક સ્માર્ટ જૂતા લોન્ચ કર્યા છે, જેની ખૂબીઓ જાણીને તમે આશ્વર્ય પામશો. આ જૂતાંને પગમાં નાખતાં જ તેના સેંસર પગના આકાર મુજબ જૂતા આકાર બદલી દે છે. એટલે કે પગનો આકાર ભલે ગમે તેવો હોય, આ જૂતા દરેક પગમાં ફીટ આવી જશે. એટલું જ નહી. તમારે નમીને દોરી બાંધવાની જરૂર નથી. મોબાઇલ Appની એક ક્લિક પર આ જૂતાની દોરી આપમેળે બંધાઇ જશે. આ જૂતાનું નામ છે  Nike Adapt BB. આટલી ખૂબીઓ જાણીને જૂતાની કિંમત પણ તમે જરૂર જાણવા માંગશો. 17 ફેબ્રુઆરી 2019થી વેચાણ માટે બજારમાં આવનાર આ જૂતાની કિંમત છે 350 અમેરિકન ડોલર એટલે કે 25000 રૂપિયા. 

ગરમી અને લાઇટ બિલમાં ટાઢક આપશે પાંખિયા વગરના ‘સીલીંગ ફેન’, જાણો ખાસિયતો

Nike ના આ લોન્ચ સાથે જ જૂતાની દુનિયામાં પણ ડિજિટલ યુગની શરૂઆત થઇ ગઇ છે. આ જૂતા સ્માર્ટફોન સાથે જોડાયેલા હશે અને સ્માર્ટફોનથી જ તેને કંટ્રોલ કરી શકાય છે. જો તમને લાગે છે કે જૂતા પગમાં ટાઇટ થાય છે કે પછી વધુ ઢીલા છે, તો તમે એપની મદદથી જૂતાને ટાઇટ અથવા લૂઝ કરી શકો છો. જો તમે જૂતાને ઓટોમેટિક ફિટિંગ મોડમાં રાખશો તો તેના સેંસર પગના આકાર અનુસાર આપમેળે ટાઇટ અથવા લૂઝ થઇ જશે. 

Hero એ 50 હજારથી પણ ઓછી કિંમતમાં લોંચ કરી નવી બાઈક, ધમાકેદાર છે ફીચર્સ

Nike નું કહેવું છે કે આ જૂતા તેણે ખાસકરીને ખેલાડીઓ માટે બનાવ્યા છે કારણ કે પગમાં યોગ્ય ફિટિંગ અને દોરી ન ખુલવાની સૌથી વધુ માંગ તેમની હતી. કંપનીના ક્રિએટિવ ડાયરેક્ટર એરિક અવારે જણાવ્યું કે 'અમે નાઇકે એડાપ્ટ માટે બાસ્કેટબોલને જાણીને પસંદ કર્યો કારણે આ જૂતા એથલીટોની માંગ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More