Home> Technology
Advertisement
Prev
Next

AC કરતા પણ ખતરનાક ઠંડક આપે છે આ કૂલર, ધાબળામાં છૂપાઈને બેસી જવું પડે

આજે અમે તમને જે કૂલર વિશે જણાવીશું તે એર કંડશનરની સરખામણીમાં વીજળીનો વપરાશ પણ ઓછો કરે છે. તેનો ઉપયોગ લગભગ 3 દાયકાથી સતત થઈ રહ્યો છે. આવામાં તમે પણ જો ઘરને ઠંડુ રાખવા માંગતા હોવ તો આજે અમે તમને આ કૂલર વિશે જણાવીશું જે તમે 3000 રૂપિયાની શરૂઆતની કિંમતથી ખરીદી શકો છો અને ઘરમાં લગાવીને કૂલિંગ કરી શકો છો. 

AC કરતા પણ ખતરનાક ઠંડક આપે છે આ કૂલર, ધાબળામાં છૂપાઈને બેસી જવું પડે

Best Cooling: જ્યારે એક કન્ડીશનર એટલું વપરાશમાં નહતું ત્યારે મોટાભાગના લોકો પંખાના ભરોસે જ ઘરમાં ઠંડક રાખતા હતા. ત્યારબાદ જેમ જેમ સમય વીતતો ગયો માર્કેટમાં કૂલિંગના અનેક પ્રોડક્ટ્સ આવવા લાગ્યા. જેમાંથી એક એવું કૂલર પણ સામેલ હતું જે એર કંડીશનર જેવી જ ઠંડક ફેંકતું હતું. પરંતુ તેની કિંમત એટલી ઓછી હતી જેનો તમે અંદાજો પણ ન લગાવી શકો. એટલું જ નહીં આજે અમે તમને જે કૂલર વિશે જણાવીશું તે એર કંડશનરની સરખામણીમાં વીજળીનો વપરાશ પણ ઓછો કરે છે. તેનો ઉપયોગ લગભગ 3 દાયકાથી સતત થઈ રહ્યો છે. આવામાં તમે પણ જો ઘરને ઠંડુ રાખવા માંગતા હોવ તો આજે અમે તમને આ કૂલર વિશે જણાવીશું જે તમે 3000 રૂપિયાની શરૂઆતની કિંમતથી ખરીદી શકો છો અને ઘરમાં લગાવીને કૂલિંગ કરી શકો છો. 

કયું છે આ કૂલર
જે કૂલરની આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ નાગપુરી કૂલર છે. હકીકતમાં આ જૂના સ્ટાઈલના કૂલર જેવું જ હોય છે પરંતુ તે આ કૂલર્સ કરતા અલગ છે. તેનું કૂલિંગ લાજવાબ હોય છે અને તે તમારા ઘરને એકદમ ઠંડુ કરી નાખવામાં સક્ષમ છે. ગણતરીની મિનિટોમાં આ કૂલર મોટા રૂમને ઠંડો કરી નાખે છે અને જ્યારે ગરમી ચરમસીમાએ હોય છે ત્યારે તે સૌથી સારી રીતે કરે છે. આવામાં આ કૂલર ઘરમાં એવો ભેજ જાળવી રાખે છે જે નેચરલ રીતે ઘરમાં ઠંડક આપે છે. 

બહુ થઈ ગયું પુસ્તક્યુ જ્ઞાન, હવે જાણો જમીની હકિકત, કઇ કાર લેવામાં છે ફાયદો

Netflixનો પાસવર્ડ હવે શેર કરશો તો વધુ પૈસા કપાશે! કંપનીએ બહાર પાડ્યું નવું ફીચર

WhatsApp યુઝર્સ માટે નવું અપડેટ!ચેટ લોક ફીચર, હવે આખી એપને લોક કરવાની જરૂર નહીં પડે

કઈ રીતે કરે છે કામ
અત્રે જણાવવાનું કે નાગપુરી કૂલરી ડિઝાઈન થોડી કોમ્પ્લિકેટેડ ચોક્કસ હોય છે પરંતુ તેની ડિઝાઈનના કારણે જ તે સારી રીતે ઠંડક આપે છે. નાગપુરી કૂલરને માઈલ્ડ સ્ટીલથી તૈયાર કરાય છે જે હળવું હોવા સાથે ખુબ મજબૂત પણ રહે છે. અત્રે જણાવવાનું કે કૂલરના મોટાભાગના હિસ્સાને ખુલ્લા રાખવામાં આવે છે. આ હિસ્સાઓમાં ખસની ઘાસ લગાવવામાં આવે છે. એટલું જ નહીં તેમાં એક મોટો ફેન અને નાનો વોટરપંપ પણ હોય છે. જેના કારણે કૂલર સારી ઠંડક આપે છે. ઘાસ પર પાણી પડે અને તે ઠંડુ થઈ જાય છે અને જ્યારે તેમાંથી ગરમ હવા અંદર આવે તો તે પણ ઠંડી થઈ જાય છે. જેને મોટા ફેનથી સામેની તરફ ફેંકવામાં આવે છે. આ કૂલરને માર્કેટમાં 3000 રૂપિયાથી લઈને 10000 રૂપિયામાં ખરીદી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More