Home> Technology
Advertisement
Prev
Next

બજારમાં આવી 3 પૈડાવાળી શાનદાર ઇલેક્ટ્રિક કાર, કિંમત માત્ર 7 લાખ રૂપિયા

બજારમાં આવી 3 પૈડાવાળી શાનદાર ઇલેક્ટ્રિક કાર, કિંમત માત્ર 7 લાખ રૂપિયા

દુનિયાભરમાં વધતા જતા પ્રદૂષણ અને ઇંધણના વધતા જતા ભાવને જોતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઘણી નવી કંપનીઓ પણ બજારમાં આવી છે જો કે નવા અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે. અમેરિકાની કંપની Sondors શાનદાર ઇલેક્ટ્રિક કાર મોડલ સોંડોર ( Model Sondors ) લઇને આવી છે. આ ઇલેક્ટ્રિક કાર બજારમાં ટેસ્લાને પણ ટક્કર આપી શકે છે. આવો જાણીએ આ કાર તેના ફિચર્સ કેવા છે.  

નોકિયા 6.1 પ્લસ હવે 6GB રેમ વેરિએન્ટમાં થશે લોન્ચ, જાણો કિંમત

યૂનિક ડિઝાઇન વાળી Model Sondors એક થ્રી-વ્હીલ ડિઝાઇન ઇલેક્ટ્રિક કાર છે, જેમાં ફ્રંટમાં બે પૈડા છે અને રિયરમાં એક પૈડું છે. આ કારમાં ફ્રંટ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. આ કારની ખાસિયત એ છે કે આ એક થ્રી વ્હીલર કાર છે. જેની કિંમત એકદમ ઓછી છે. સીટ્સની વાત કરીએ તો આ સ્ટાઇલિશ લુકવાળી ઇલેક્ટ્રિક કારના ફ્રંટમાં 2 સીટ્સ અને રિયરમાં એક સીટ આપવામાં આવી છે. 
fallbacks

પાવર અને રેંજ
પાવરની વાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રિક કારમાં લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જેને 110વીના રેગુલર ચાર્જિંગ પોઇન્ટથી ચાર્ક કરી શકાય છે. રેંજની વાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રિક કાર 3 રેંજ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પહેલું 80 કિમી, બીજું 160 કિમી અને ત્રીજું 321 કિમી રેંજ વિકલ્પ છે. કંપની દાવો કરી રહી છે કે આ ત્રણ પૈડાવાળી કાર ઇલેક્ટ્રિક કાર ફક્ત 5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. 

Video: શું તમે મુદ્વા લોન લેવા ઇચ્છો છો, અહીં ચેક કરો લોન પ્રાપ્ત કરવાની યોગ્યતા

ઇલેક્ટ્રિક કારની ખાસિયત એ છે કે તેને જાતે રિપેર કરી શકો છો. આ કારમાં 6 ટૂલ્સ આપવામાં આવ્યા છે. જેના વડે ચાલક કારને ખરાબ થવાની સ્થિતિમાં જાતે રિપેર કરી શકે છે. આ કારની સાથે એક SONDORS App છે. જેની મદદથી પણ આ કારની સર્વિસ કરી શકાય છે. મોડલ સોંડોર ઇલેક્ટ્રિક વાઇટ, બ્લેક, બ્લૂ, સિલ્વર અને રેડ જેવા 5 અલગ-અલગ રંગોમાં ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક કાર ઓનલાઇન ખરીદી શકો છો અને તેની હોમ ડિલેવરી આપશે. 

બેટરી
કારમાં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. તેને 110V અથવા 240V ના રેગ્યુલર ચાર્જિંગ પોઇન્ટ વડે ચાર્જ કરી શકાશે. 

કિંમત
કિંમતની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારની એક શો રૂમ કિંમત 10 હજાર ડોલર એટલે કે લગભગ 7.10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More