Home> Technology
Advertisement
Prev
Next

MG Motor ની પહેલી SUV ની તસવીર લીક, જુઓ ક્યારે થશે લોન્ચ

MG Motor ની પહેલી SUV ની તસવીર લીક, જુઓ ક્યારે થશે લોન્ચ

MG Motor India પોતાની Hector SUV ના ફાઇનલ ટચ પર કામ કરી રહી છે. પરંતુ તાજેતરમાં જ પ્રોડક્શન-ટૂ-પ્રોડક્શન-સ્પેક મોડલને એક ટીવી જાહેરાત માટે દરમિયાન અભિનેતા Benedict Cumberbatch ની સાથે જોવા મળ્યું છે. કારમાં કેટલાક એવા ફિચર્સ આપવામાં આવ્યા છે, જે આ સેગમેંટમાં પહેલીવાર હશે. આવો એક નજર કરીએ આ કાર સાથે જોડાયેલી કેટલીક ખૂબીઓ પર... 

ખરીદો 2016 મોડલની સેકન્ડ હેંડ કાર, કિંમત છે 2.89 કરોડ રૂપિયા

હેક્ટરમાં એલઇડી પ્રોજેક્ટર હેડલેંપ, એલઇડી ડે-ટાઇમ રનિંગ લેંપ અને એક શાર્ક-ફિન એંટીના મળે છે.
નવી એસયૂવી બાઉજૂન 530 ની રી-બેજિંગ વર્જન હશે. 
એમજી એસયૂવીમાં ઇન-બિલ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે. 
કારના ઇંફોટેનમેંટ સિસ્ટમ દ્વારા નેવિગેશન અને ઓનલાઇન શોપિંગ પણ કરી શકાશે. 
આ SUV માં 1.5-લીટર પેટ્રોલ એન્જીન અને FCA-sourced નું 2.0-લીટર ડીઝલ એન્જીન મળે છે. 

આ કંપનીમાં પડશે 3000 વેકેન્સી, રીયલ એસ્ટેટ ક્ષેત્રે કરે છે કામ

ડાયમેંશનમાં આ હોંડા સીઆર-વી કરતાં મોટી અને ટાટા હેરિયરની બરાબર હોઇ શકે છે.
કિંમત અનુસાર આ એમજી એસયૂવીનો મુકાબલો જીપ કંપાસ સાથે થઇ શકે છે.
તેમાં સનરૂફ, ડૈશબોર્ડ પર ટ્રિમ્સ અને લેધર અપહોલ્સ્ટ્રી જેવા ફિચર્સ આપવામાં આવશે.
સમાચારોનું માનીએ તો આ એસયૂવીમાં અત્યાર સુધીના સૌથી મોટા ઇંફોટેનમેંટ સિસ્ટમ લગાવવામાં આવશે.
એમજી હેક્ટર બે સનરૂફ વિકલ્પો સાથે આવશે જેમાં નીચલા ટ્રિમ્સ માટે એક નાનું અને ઉપર ટ્રિમ સૌથી મોટું ઇન-ક્લાસ પેનોરમિક સનરૂફ મળશે.
તેમાં વધારાના 360 ડિગ્રી કેમેરો, હરમન ઇન્ફિનિટી ઓડિયો સિસ્ટમ અને સબવૂફર, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, પુશ સ્ટાર્ટ બટન, ક્રૂઝ કંટ્રોલ અને ટાયર પ્રેશ મોનિટરિંગ સિસ્ટમ જેવા ઘણા ફિચર્સ આપવામાં આવશે. 

Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન, હશે આટલો સસ્તો

તમને જણાવી દઇએ કે આ વર્ષના મધ્ય સુધી એમજી હેક્ટર એસયૂવી ભારતમાં લોન્ચ થઇ શકે છે. એમજી મોટર પોતાના ભારતના શોરૂમને હાલમાં તૈયાર કરી રહ્યો છે. અને આગામી કેટલાક મહિનાઓમાં તેનું ઉદઘાટન થવાની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More