Home> Technology
Advertisement
Prev
Next

Baleno, Swift, Nexon નો આ ધાંસૂ કારે તોડ્યો ધમંડ! લોકો ખરીદવા કરી રહ્યાં છે પડાપડી, કિંમત જાણી ચોંકશો

Best Selling Cars: આ કાર છેલ્લા મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં સૌથી વધુ વેચાતી કાર રહી છે. તેની કિંમત પણ તમને જાણીને નવાઈ લાગશે. અનેક કારના આ કારે જાણે ઘમંડ તોડી નાખ્યા છે. 

Baleno, Swift, Nexon નો આ ધાંસૂ કારે તોડ્યો ધમંડ! લોકો ખરીદવા કરી રહ્યાં છે પડાપડી, કિંમત જાણી ચોંકશો

Maruti WagonR Become Best Selling Car: ગત મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં, મારુતિ સુઝુકી વેગનઆર સૌથી વધુ વેચાતી કાર રહી છે, મારુતિ સુઝુકીએ વેગનઆરના 20,879 યુનિટ વેચ્યા છે. જો ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણી કરીએ તો તેના વેચાણમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે કારણ કે એપ્રિલ 2022માં વેગનઆરના માત્ર 17,766 યુનિટ્સનું વેચાણ થયું હતું. તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી વેગનઆરની શરૂઆતી કિંમત 5.54 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. તે 34.05 km/kg (CNG) સુધીની માઈલેજ આપે છે.

Swift બીજા ક્રમે આવી
મારુતિ સ્વિફ્ટ ગયા મહિને સૌથી વધુ વેચાતી બીજી કાર રહી છે, જેના કુલ 18,573 યુનિટ્સ વેચાયા છે. જ્યારે ત્રીજી સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકી બલેનો રહી છે જેમાં 16,180 યુનિટ વેચાયા છે. તે પછી ચોથા નંબર પર ટાટા નેક્સન હતી. એટલે કે એપ્રિલમાં સૌથી વધુ વેચાતી ટોપ-3 કાર મારુતિની હતી.
ટાટા નેક્સન સૌથી વધુ વેચાતી કારની યાદીમાં ચોથા નંબરે છે, ગયા મહિને 15,002 એકમોનું વેચાણ થયું છે. જ્યારે, હ્યુન્ડાઈ ક્રેટા 14,186 એકમોના વેચાણ સાથે પાંચમા ક્રમે હતી. મારુતિ સુઝુકીની કાર વેચાણના મામલામાં ફરી છઠ્ઠા નંબર પર આવી ગઈ છે, કંપનીની બ્રેઝાના 11,836 યુનિટ વેચાયા છે.

સ્ટીવ જોબ્સે કેમ કરવી પડી માત્ર 14 હજારના ચેક પર સહી? હરાજીમાં કેટલામાં વેચાયો ચેક

Jio: માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5 GB ડેટા સહિત મળશે આ ફાયદા

ડીઝલ કાર ખરીદવાનો પ્લાન હોય તો 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ છે 5 બેસ્ટ ડીઝલ કાર્સ

ત્યાર બાદ સાતમા ક્રમે મારુતિ સુઝુકી અલ્ટો છે અને 11,548 યુનિટ વેચાયા છે. 10,934 એકમોના વેચાણ સાથે ટાટા પંચ આઠમા નંબરે છે. ત્યારબાદ મારુતિ સુઝુકી Eeco 10,504 એકમો વેચવા સાથે 9મી સૌથી વધુ વેચાતી કાર હતી. 10મી સૌથી વધુ વેચાતી કાર હ્યુન્ડાઈ વેન્યુ હતી, જેને 10,342 લોકોએ ખરીદી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More