Home> Technology
Advertisement
Prev
Next

આજે લોન્ચ થશે Marutiની નવી Ertiga, આપે છે આટલી માઇલેજ

કંપનીનો દાવો છે કે બંને વેરિએન્ટમાં પહેલા કરતા વધારે માઇલેજ મળશે. કારમાં સ્માર્ટ હાઇબ્રિડ વ્હીકલ ટેકનિક (SHVS) આપવામાં આવી છે.

આજે લોન્ચ થશે Marutiની નવી Ertiga, આપે છે આટલી માઇલેજ
Updated: Nov 21, 2018, 02:38 PM IST

નવી દિલ્હી: મારૂતિ તેમની નવી મલ્ટી પરપઝ વ્હીકલ (MPV) અર્ટિગા (Maruti Ertiga)ને આજે એટલે કે 21 નવેમ્બરે લોન્ચ કરી રહી છે. કંપની 11 હજારમાં કારનું પહેલાથી બુકિંગ કરી રહી છે. કારમાં 1.3 લીટર ડિઝલ અને 1.5 લીટર પેટ્રોલ એન્જિનનું વેરિએન્ટ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે બંને વેરિએન્ટમાં પહેલા કરતા વધારે માઇલેજ મળશે. કારમાં સ્માર્ટ હાઇબ્રિડ વ્હીકલ ટેકનિક (SHVS) આપવામાં આવી છે. પેટ્રોલ વર્ઝનમાં અર્ટિગા પ્રથમ વખત SHVS ટેકનિકમાં આવી રહી છે. કારમાં ડ્યુલ બેટરી સિસ્ટમ આપવામાં આવી છે.

ડીઝલ કારની 25.45 કિમી સુધી માઇલેજ

કંપનીએ ન્યૂ અર્ટિગાની પ્રથમ બેચને પોતાના ડીલર્સની પાસે મોકલી દીધી છે. મીડિયા રિપોટર્સ અનુસાર દિલ્હીમાં તેની બેસ મોડલને એક્સ શોરૂમ પ્રાઇઝ 6.66 લાખ રૂપિયા થવાની આશા છે. જૂની અર્ટિગાની સરખામણીએ નવીનું વજન 20 કિલો સુધી ઓછું છે. આ કારની માઇલેજમાં સુધારો આવવાની આશા છે. એક વેબસાઇટમાં પ્રકાશિત સમાચાર અનુસાર પેટ્રોલ અર્ટિગાની માઇલેજ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશનમાં ક્રમશ: 19.34 કિમી પ્રતિ લીટર અને 18.69 કિમી પ્રતિ લીટરની હશે. અર્ટિગા ડીઝલ 25.47 કિમી પ્રતિ લીટર સુધીની માઇલેજ આપશે.

સાઇઝ પણ જૂની કારની સરખામણીએ વધારવામાં આવી
પ્રથમ વખત નવી અર્ટિગાને કંપનીએ ઇન્ડોનેશિયા ઇન્ટરનેશન્લ મોટર શો 2018 (IIMS 2018)માં દેખાડી હતી. જૂની અર્ટિગાની સરખામણીએ નવી MPVનો ઘણો મજબૂત લુક છે. જો તમે પણ કારનું બુકિંગ કરાવવા માંગો છો તો ઓફિશિયલ વેબસાઇટ પર જઇ બુકિંગ કરાવી શકો છો. નવી અર્ટિગાની સાઇઝ જૂની કારની સરખામણીએ વધારવામાં આવી છે અને તેનું એન્જિન પહેલા કરતા વધારે પાવરફુલ છે.

વ્હીલ બેસ 270 એમએમ
આશા કરવામાં આવી રહી છે કે નવી અર્ટિગા ઇનોવા કારની જેમ આરામદાયક સાબિત થશે. જાણકારોના જણાવ્યા અનુસાર નવી અર્ટિગાને કંપનીએ ઇનોવાના બેસ પર જ તૈયાર કરી છે. કારનું ફ્રંટ બંપર પર સી-શેપવાળા ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. નવા બોનેટના ઉઠાવની સાથે પહેલાથી વધારે પાવરફુલ જોવા મળી રહ્યું છે. તેના રિયરમાં ટેલ લાઇટ એલ-શેપમાં આવવામાં આવી છે, તેમાં એલઇડી લાઇટ છે. નવી અર્ટિગા, જૂની કારથી લગભગ 90mm લાંબી, 40mm મોટી અને 5mm ઉંચી છે. તેના વ્હીલ બેઝ 2740mm છે.

નવી કારમાં 1.5 લીટરનું K15B, DOHC, VVT પેટ્રોલ એન્જિન છે. આ એન્જિનનો 104 એચપી પાવર છે અને આ 138 ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ 5 સ્પીડ મેન્યૂઅલ ટ્રાંસમિશનની સાથે આવે છે. હાલમાં ઇન્ડિયામાં ચાલી રહેલી અર્ટિગામાં 1.4 લીટરનું એન્જિન છે. કારનું ઇન્ટીરિયરમાં પહેલાથી મજબુત લુકવાળું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે