Home> Technology
Advertisement
Prev
Next

આ કારની 'પતરાનો ડબ્બો' કહી મજાક ઉડાવતા હતા લોકો, હવે માઈલેજમાં બધાને પાછળ છોડ્યા

અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે માર્કેટમાં પોતાના પ્રેક્ટિકલ ફીચર્સ, માઈલેજ, અને સ્પેસના પગલે ગ્રાહકોને ખુબ પસંદ પડી રહી છે. 

આ કારની 'પતરાનો ડબ્બો' કહી મજાક ઉડાવતા હતા લોકો, હવે માઈલેજમાં બધાને પાછળ છોડ્યા

બજારમાં એવી ઘણી કાર છે જે સેફ્ટીના મામલે થોડી પાછળ છે પરંતુ જ્યારે પ્રેક્ટિકલ ફીચર્સની વાત આવે તો તેમની સામે અનેક મોંઘી ગાડીઓ પણ ફેલ થઈ જાય છે. આ કારો ભલે સારી બિલ્ડ ક્વોલિટી સાથે ન આવતી હોય પરંતુ પોતાની જબરદસ્ત માઈલેજ અને ફીચર્સના કારણે લોકોના દિલો પર રાજ કરે છે. આ કારોની જો કેટલીક કમીઓ નજરઅંદાજ કરીએ તો માર્કેટમાં સૌથી પૈસા વસૂલ કાર ગણી શકાય. અહીં અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે માર્કેટમાં પોતાના પ્રેક્ટિકલ ફીચર્સ, માઈલેજ, અને સ્પેસના પગલે ગ્રાહકોને ખુબ પસંદ પડી રહી છે. 

અમે જે કારની વાત કરીએ છીએ તે છે મારુતિ સુઝૂકીની બેસ્ટ સેલિંગ કાર રહી ચૂકેલી ઈગ્નિસ વિશે. મારુતિ ઈગ્નિસ આજે લાખો મીડલ ક્લાસ પરિવારની શાન બનેલી છે. લોકો આ  કારને શાનદાર માઈલેજ, કમ્ફર્ટ અને તેના મેન્ટેઈનન્સ ફ્રી એન્જિન માટે પસંદ કરે છે. જાન્યુઆરી 2024માં આ કાર પર 59000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. 

મારુતિની પ્રેક્ટિકલ કાર
મારુતિ ઈગ્નિસ કંપનીની પ્રીમિયમ હેચબેક કાર છે જેને ફ્રન્ટથી એક એસયુવી જેવી ડિઝાઈન અપાયેલી છે. કંપની તેનું વેચાણ પોતાની નેક્સા પ્રીમિયમ ડિલરશીપ દ્વારા કરે છે. ઈગ્નિસને સ્મૂથ એન્જિન પરફોર્મન્સ માટે સૌથી વધુ પસંદ કરાય છે. કંપની તેને 1.2 લીટર નેચરલ એસ્પિરેટેડ 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિનમાં ઓફર કરે છે. આ એન્જિન 83 બીએચપીના વધુમાં વધુ પાવર અને 113 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક (AGS) ગિયરબોક્સનું ઓપ્શન અપાયું છે. 

ફીચર્સ પણ જબરદસ્ત
ઈગ્નિસમાં પ્રીમિયમ અને અપડેટેડ ઈન્ટિરિયર મળે છે. આ કારમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઈંચનું ટચસ્ક્રીન સિસ્ટમ અપાયેલી છે. જે સ્માર્ટપ્લે સ્ટુડિયો ફીચર્સથી લેસ છે. તેમાં કોલ, મ્યુઝિક, અને નેવિગેશન જેવી સુવિધાઓ મળે છે. કંપનીએ કારના સ્ટિયરિંગમાં માઉન્ટેડ કંટ્રોલ આપ્યા છે. જેનાથી કારના ફીચર્સ કંટ્રોલ કરવા સરળ બને છે. આ ઉપરાંત કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ પણ અપાયેલ છે. 

કંપનીએ આ કારમાં નેક્સા સેફ્ટી શીલ્ડ આપ્યું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઈગ્નિસમાં સ્ટાન્ડર્ડ રીતે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, એબીએસ સાથે ઈબીડી, રિયર ડોર ચાઈલ્ડ લોક, રિયર પાર્કિંગ કેમેરા, આઈસોફિક્સ ચાઈલ્ડ સીટ લોક એંકર જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. 

સીએનજીમાં 35KM ની માઈલેજ
જો માઈલેજની વાત કરીએ તો મારુતિ ઈગ્નિસ પેટ્રોલ વેરિએન્ટમાં 20.89 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ ઓફર કરે છે. જ્યારે એક કિલો સીએનજીમાં તેની માઈલેજ 35 કિમી સુધી ક્લેમ કરાઈ છે. 

કેટલી કિંમત
ઈગ્નિસને કંપની પોતાના નેક્સા પ્રીમિયમ ડિલરશીપ દ્વારા વેચે છે. તેની કિંમત 5.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. અને ટોપ મોડલ માટે 8.16 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. આ કાર દિલ્હીમાં તમને 6,68,445 રૂપિયાની ઓનરોડ કિંમત પર મળી જાય. ભારતીય બજારમાં તેનો મુકાબલો ટાટા ટિયાગો, હુંડઈ આઈ10 અને ટાટા પંચ સાથે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More