Home> Technology
Advertisement
Prev
Next

Mahindra Thar: મહિન્દ્ર થારના શોખીનો માટે ખુશખબર, આ તારીખે ઈલેક્ટ્રિક થાર પરથી ઉઠશે પડદો, જાણો ખાસિયત

Mahindra Thar Electric: ઓટો મેકર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બહુ જલદી મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક (Mahindra Thar Electric) પરથી પડદો ઉઠાવશે. થારનો કોન્સેપ્ટ EV 4X4 સેટ અપ હશે. કોન્સેપ્ટ ઈવીમાં ક્રેબ સ્ટીયર કે ક્રેબ વોક ક્ષમતા સાથે ક્વાડ-મોટર સેટઅપ હોવાની આશા છે.

Mahindra Thar: મહિન્દ્ર થારના શોખીનો માટે ખુશખબર, આ તારીખે ઈલેક્ટ્રિક થાર પરથી ઉઠશે પડદો, જાણો ખાસિયત

Mahindra Thar Electric: ઓટો મેકર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બહુ જલદી મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક (Mahindra Thar Electric) પરથી પડદો ઉઠાવશે. થારનો કોન્સેપ્ટ EV 4X4 સેટ અપ હશે. કોન્સેપ્ટ ઈવીમાં ક્રેબ સ્ટીયર કે ક્રેબ વોક ક્ષમતા સાથે ક્વાડ-મોટર સેટઅપ હોવાની આશા છે. એસયુપી બહુ ઓછી જગ્યામાં પણ ઘૂમી શકે છે. આ સાથે જ તે 360 ડિગ્રી ઘૂમી શકે છે. 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 15 ઓગસ્ટના રોજ મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક પરથી પડદો ઉઠાવશે. ઈલેક્ટ્રિક થારની કિંમત અને લોન્ચ ડેટની ડીટેલ હજુ બહાર પાડવામાં નથી આવી. કંપની ઈલેક્ટ્રિક થાર માટે નવા ઈવી પ્લેટફોર્મને વિક્સિત કરશે. અત્રે જણાવવાનું કે મહિન્દ્રાએ આ વર્ષની શરૂઆતમાં મહિન્દ્રા થારની નવી રેન્જની રજૂઆત કરી હતી. તેની શરૂઆત એક્સ શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

પેટ્રોલ-ડીઝલ વર્ઝનમાં આવે છે મહિન્દ્રા થાર
Mahindra Thar અલગ અલગ એન્જિનના ઓપ્શનમાં આવે છે. આ કાર પેટ્રોલ, અને 2 ડીઝલ એન્જિન ઓપ્શનમાં મળે છે. કંપનીએ આ કારમાં 2.0 લીટરનું પેટ્રોલ એન્જિન આપ્યં છે. જે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન સાથે આવે છે. આ એન્જિન 152 પીએસની મેક્સિમમ પાવર અને 300-320 નો ટોર્ક જનરેટ કરે છે. 

જ્યારે ડિઝલ વેરિએન્ટની વાત કરીએ તો 1.5 લીટર ડીઝલ એન્જિન 112 પીએમસનો મેક્સિમમ પાવર અને 300nM નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. આ ઉપરાંત એક 2.2 લીટરનું ડીઝલ એન્જિન વેરિએન્ટ પણ છે. 132 પીએમનો પાવર અને 300 nM નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More