Home> Technology
Advertisement
Prev
Next

માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો દેશી 5G Smartphone! કિંમત 10 હજારથી ઓછી પરંતુ ફીચર્સ જબરદસ્ત

10 હજારથી ઓછી કિમતનો આ ફોન જબરદસ્ત ફીચર્સ ઓફર કરે છે. તેમાં દમદાર બેટરી, ધાંસૂ કેમેરા અને સ્ટાઇલિશ ડિઝાઇન મળે છે. આવો જાણીએ Lava Blaze 2 5G કિંમત અને ફીચર્સ...

માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો દેશી 5G Smartphone! કિંમત 10 હજારથી ઓછી પરંતુ ફીચર્સ જબરદસ્ત

નવી દિલ્હીઃ Lava એ ભારતમાં પોતાનો Lava Blaze 2 5G સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી દીધો છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ ફોન લોન્ચ કર્યો હતો. 10 હજારથી ઓછી કિંમતમાં આ ફોન જબરદસ્ત ફીચર્સ આપે છે. તેમાં શાનદાર બેટરી, ધાંસૂ કેમેરો અને સ્ટાઇલિશ ડિઝાઇન મળે છે. આવો જાણીએ Lava Blaze 2 5G ની કિંમત અને ફીચર્સ...

Lava Blaze 2 5G Price
લાવા બ્લેઝ 2 5G ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. ગ્લાસ બ્લૂ, ગ્લાસ બેક અને ગ્લાસ લેવેન્ડર. તેને બે સ્ટોરેજ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 4GB + 64GB અને 6GB + 128GB.4GB મોડલની કિંમત 9999 અને 6GB મોડલની કિંમત 10999 છે. ડિવાઇસ વર્તમાનમાં લાવાની સત્તાવાર વેબસાઇટ, એમેઝોન ઈન્ડિયા અને ઓફલાઈન સ્ટોરો પર ઉપલબ્ધ છે. 

આ પણ વાંચોઃ Jio યૂઝર્સ માટે બે સૌથી ધાંસૂ પ્લાન, 1 વર્ષની વેલિડિટી, અનલિમિટેડ 5G ડેટા, અને OTT

Lava Blaze 2 5G Specs
લાવા બ્લેઝ 2 5G માં એક 6.56 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે, જે  HD+ રેઝોલ્યૂશન (1600 x 720 પિક્સલ) અને 90Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો છે. સ્માર્ટફોન મીડિયાટેક ડાઇમેન્શન 6020 SoC દ્વારા સંચાલિત છે અને તેમાં 5,000mAh ની બેટરી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 

લાવા બ્લેઝ 2 5G એન્ડ્રોયડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તે 8.5 મિમી મોટો અને તેનું વજન 203 ગ્રામ છે. આ ફોન બ્લૂટૂથ 5.0 અને વાઈ-ફાઈને પણ સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More