Home> Technology
Advertisement
Prev
Next

Jio Plans: જિયોની ધમાકેદાર ઓફર, માત્ર 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, ડેટા અને કોલિંગ ફ્રી

Jio 336 Days Plan: જો તમે પણ ઓછા પૈસામાં લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો રિલાયન્સ જિયોની પાસે એક બેસ્ટ પ્લાન છે. આ પ્લાનમાં તમને 336 દિવસની લાંબી વેલિડિટી મળે છે. 
 

Jio Plans: જિયોની ધમાકેદાર ઓફર, માત્ર 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, ડેટા અને કોલિંગ ફ્રી

Reliance Jio Plans: જો તમે પણ રિલાયન્સ જિયોના પ્રીપેડ યૂઝર્સ છો અને વધુ પૈસા ખર્ચ કર્યા વગર લાંબી વેલિડિટીવાળો પ્લાન ઈચ્છો છો તો કંપનીની પાસે ઘણા શાનદાર પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાનની ખાસ વાત છે કે 900 રૂપિયાથી સસ્તો આ પ્લાન 336 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરે છે. 

Jio 895 Plan નું રિચાર્જ કરાવવા પર તમને કયાં-કયાં બેનિફિટ્સ આપવામાં આવશે, તમને આ વાતની જાણકારી આપીએ. આ પ્લાનને તમે માય જિયો એપથી રિચાર્જ કરી શકો છો. 

Jio 895 Plan Details: બેનિફિટ્સની વિગત
રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાનમાં તમને લોકોને 28 દિવસની વેલિડિટી સાથે 2જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરે છે, આ એકવાર નહીં પરંતુ તમને 12 વખત 28 દિવસની વેલિડિટી અને 2જીબી ડેટા આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ Electricity Bill: વીજળીનું બિલ અડધું થઈ જશે, થશે મોટી બચત, અપનાવો આ ટ્રિક્સ

ડેટા અને વેલિડિટીની ડિટેલ
આ પ્રમાણે પ્લાન કુલ 336 દિવસ ચાલે છે અને દર મહિને 2 જીબી ડેટા પ્રમાણે તમને કુલ 24 જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. 

ડેટા સિવાય 895 રૂપિયાના આ પ્લાનની સાથે કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા પણ મળશે. ડેટા અને કોલિંગ સિવાય રિલાયન્સ જિયોનો આ અફોર્ડેબલ પ્લાન 28 દિવસ માટે માત્ર 50 એસએમએસ ઓફર કરશે. 

અન્ય બેનિફિટ્સ
895 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની સાથે કંપની તમને જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ આપી રહી છે. 

અહીં એક ધ્યાન આપવાની વાત છે કે Jio 895 Plan ને રિલાયન્સ જિયો તરફથી  JioPhone યૂઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ઉતારવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More