Home> Technology
Advertisement
Prev
Next

JioPhone Next માં મળશે આ શાનદાર ફીચર્સ, સામે આવી વિગત, જાણો ક્યારે લોન્ચ થશે ફોન

ગૂગલ પ્લે લિસ્ટિંગ અનુસાર ફોનમાં કંપની 720x1440 પિક્સલ રિજોલ્યુશનની સાથે એચડી ડિસ્પ્લે ઓફર કરવાની છે. ફોન 2જીબી રેમ સાથે આવશે.

JioPhone Next માં મળશે આ શાનદાર ફીચર્સ, સામે આવી વિગત, જાણો ક્યારે લોન્ચ થશે ફોન

નવી દિલ્હીઃ Reliance JioPhone Next ની યૂઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ ફોન ગૂગલ પ્લે કન્સોલ પર જોવા મળ્યો છે. આ લિસ્ટિંગથી ફોનના ઘણા ખાસ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સની જાણકારી મળી છે. કંપનીએ આ વર્ષે જૂનમાં પોતાની એન્યુઅલ જનરલ મીટિંગમાં જીયો ફોન નેક્સ્ટની જાહેરાત કરી હતી. શરૂઆતમાં કંપનીએ જાહેરાત કરી હતી કે આ ફોન 10 સપ્ટેમ્બરે બજારમાં ઉપલબ્ધ થઈ જશે, પરંતુ તેમ થઈ શક્યું નથી. 

પરંતુ પાછલા મહિનેએ કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ ફોન દિવાળીની આસપાસ માર્કેટમાં એન્ટ્રી કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફોન ઓક્ટોબર મહિનાના અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં માર્કેટમાં ઉપલબ્ધ થઈ જશે. આવો જાણીએ જીયો ફોન નેક્સ્ટ ક્યા ફીચર અને સ્પેસિફિકેશન્સ સાથે આવશે. 

જીયો ફોન નેક્સ્ટના ફીચર અને સ્પેસિફિકેશન
ગૂગલ પ્લે લિસ્ટિંગ અનુસાર ફોનમાં કંપની 720x1440 પિક્સલ રિજોલ્યુશનની સાથે એચડી ડિસ્પ્લે ઓફર કરવાની છે. ફોન 2જીબી રેમ સાથે આવશે. પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં કંપની સ્નેપડ્રેગન 215 ચિપસેટ આપવાની છે. આ ફોન એન્ડ્રોયડ 11 પર કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓએસ એન્ડ્રોયડ 11ની ગો એડિશન હોઈ શકે છે. 

આ પણ વાંચોઃ વૉટ્સએપમાં આવ્યું કમાલનું ફીચર, હવે ગ્રુપ કોલ મિસ થશે તો પણ વચ્ચે જોડાઈ શકશો, જાણો કેવી રીતે?

ફોન વિશે પહેલા પણ ઘણા લીક્સ થઈ ચુક્યા છે. તેના અનુસાર જીયોનો આ ફોન 5.5 ઇંચ ડિસ્પ્લે સાથે આવશે. તો ફોટોગ્રાફી માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવાનો છે. ફોન 2જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની અને 3જીબી રેમ તથા 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. બેટરની જ્યાં સુધી વાત છે તો તેમાં 2500mAh ની બેટરી આવી શકે છે. 

જીયો અને ગૂગલ મળીને જીયો ફોન નેક્સ્ટમાં ઘણા શાનદાર ફીચર આપવાના છે. આ અપકમિંગ ફોનમાં ઓન-સ્ક્રીન ટ્રાન્સલેશન, ઓટોમેટિક રીડ અલાઉડ, ઈન્ડિયા-સેન્ટ્રિક કેમેરા ફિલ્ટર અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા ફીચર મળવાના છે. જાણવા મળી રહ્યું છે કે આ ફોનમાં ગૂગલ ડૂઓ અને કેમેરા ગોનું કસ્ટમ એડિશન પણ આપવામાં આવ્યું છે. ફોનની કિંમત 5થી 7 હજાર વચ્ચે હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More