Home> Technology
Advertisement
Prev
Next

Jio Phone: જો તમે આ રિચાર્જ કરાવશો તો તમને જિયો ફોન મળશે એકદમ ફ્રી, 2 વર્ષ સુધી કોલિંગ અને ડેટા પણ મફત

Reliance Jio પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના પ્લાન રજુ કરે છે. કંપની ગ્રાહકોના બજેટ પ્રમાણે પ્લાન લાવે છે. જેમાં ઓછા બજેટમાં અનલિમિટેડ કોલ અન ડેટાનો ફાયદો ગ્રાહકોને મળે તેનું પણ ધ્યાન રખાય છે. 

Jio Phone: જો તમે આ રિચાર્જ કરાવશો તો તમને જિયો ફોન મળશે એકદમ ફ્રી, 2 વર્ષ સુધી કોલિંગ અને ડેટા પણ મફત

Jio Phone Free Offer: Reliance Jio પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના પ્લાન રજુ કરે છે. કંપની ગ્રાહકોના બજેટ પ્રમાણે પ્લાન લાવે છે. જેમાં ઓછા બજેટમાં અનલિમિટેડ કોલ અન ડેટાનો ફાયદો ગ્રાહકોને મળે તેનું પણ ધ્યાન રખાય છે. અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતમાં કંપનીએ ત્રણ રિચાર્જ પ્લાન જિયો ફોન ગ્રાહકો માટે રજુ કર્યા હતા. જિયો ફોન ગ્રાહકો માટે કંપનીએ 1900 રૂપિયા, 1499 રૂપિયા અને 749 રૂપિયાવાળા પ્લાન રજુ કર્યા છે. જિયોના 1999વાળા પ્લાન વિશે અમે તમને વિગતવાર જણાવીએ. આ પ્લાન રિચાર્જ કરાવશો તો 2 વર્ષ સુધી કોઈ રિચાર્જ કરાવવું નહીં પડે અને તેનો એક બીજો ફાયદો એ પણ રહેશે કે યૂઝર્સને જિયો ફોન પણ ફ્રીમાં મળશે. 

1999 રૂપિયાવાળો Jio Recharge Plan
જિયોના આ રિચાર્જ પ્લાનને ફક્ત જિયો ફોનના ગ્રાહકો જ રિચાર્જ કરાવી શકે છે. આ પ્લાનની વેલિડિટી 2 વર્ષ એટલે કે 730 દિવસની છે. (Jio Recharge Plan of 1,999 Rupees) કંપની પોતાના ગ્રાહકોને કુલ 48 જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરે છે. આ સાથે જિયો Apps Subscription ફ્રીમાં આપશે અને અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ ઓફર કરશે. 

PICS: પૂરપાટ ઝડપે આવતી લક્ઝુરિયસ કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ,  MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત

આ સુવિધાઓનો ફાયદો ઉઠાવો
આ પ્લાનની ખાસિયત એ છે કે ગ્રાહકોને 1999 રૂપિયાના રિચાર્જમાં મળનારી તમામ સુવિધાઓ ઉપરાંત જિયો ફોન પણ ફ્રીમાં મળશે. જેનો અર્થ એ છે કે જે યૂઝર્સ પાસે જિયો ફોન નથી તેઓ આ રિચાર્જ કરાવે અને ફોનની સાથે 2 વર્ષની સર્વિસિઝનો પણ ફ્રીમાં ફાયદો ઉઠાવે. 

fallbacks

કંપની 1499 રૂપિયાવાળો પ્લાન પણ ગ્રાહકો માટે રજુ કરે છે. જેમાં બધુ મળીને 24 જીબી ડેટા ઓફર કરાય છે. આ પ્લાનમાં એક વર્ષ માટે અનલિમિટેડ વોઈસ કોલ અને જિયો એપ્સની સુવિધા પણ છે. આ પ્લાનમાં કંપની તરફથી જિયોફોન ફ્રીમાં મળશે. (નવા ગ્રાહકો માટે) જ્યારે 749 રૂપિયાવાળા જિયો ફોન પ્લાનમાં કુલ 24 જીબી ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. 

Corona ની ચુંગલમાંથી ક્યારે મળશે છૂટકારો? નવો વેરિઅન્ટ C.1.2 અત્યંત જોખમી, રસી કવચને પણ ભેદી શકે છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More