Home> Technology
Advertisement
Prev
Next

IPL રસિયાઓ માટે Jio એ મફતમાં જોવાની વ્યવસ્થા કરી! જાણો Disney+Hotstar નું સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવશો?

તમને જણાવી દઈએ કે Jioના આ નવા પ્લાનની કિંમત 279 રૂપિયા છે. જે યૂઝર્સ આ પ્લાન ખરીદે છે તેમને Jio તરફથી Disney + Hotstar મોબાઈલનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન અને કુલ 15GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવશે.

IPL રસિયાઓ માટે Jio એ મફતમાં જોવાની વ્યવસ્થા કરી! જાણો Disney+Hotstar નું સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવશો?

Jio Cricket Add-On Plan: આજે એટલે કે 26 માર્ચથી દેશનો સૌથી મોટો 'ક્રિકેટનો તહેવાર' ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે પણ ક્રિકેટ અને IPL રસિયા છ અને વિચારી રહ્યા છો કે તમે ટીવી વગર IPL મેચ કેવી રીતે જોઈ શકો છો, તો તમને જણાવી દઈએ કે Jio એ IPL ને ફ્રીમાં જોવાની વ્યવસ્થા કરી છે. Jio એ ખાસ ક્રિકેટ એડ-ઓન પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેનાથી તમે IPL નો આરામથી આનંદ માણી શકો છો. ચાલો જાણીએ કે આ પ્લાનમાં તમને કયા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે અને કયા યુઝર્સ તેનો લાભ લઈ શકે છે.

Jio Cricket Add-On Plan: Benefits
ચાલો જાણીએ Jio ના આ નવા ક્રિકેટ એડ-ઓન પ્લાનમાં તમને શું ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે Jioના આ નવા પ્લાનની કિંમત 279 રૂપિયા છે. જે યૂઝર્સ આ પ્લાન ખરીદે છે તેમને Jio તરફથી Disney + Hotstar મોબાઈલનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન અને કુલ 15GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પ્લાનની વેલિડિટી તમારા વર્તમાન પ્લાન જેટલી જ હશે.

Jio Cricket Add-On Plan: આ યૂઝર્સ ઉઠાવી શકે છે ફાયદો
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Jioનો આ નવો પ્લાન કંપનીના તમામ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્લાન ટેલિકોમ કંપનીના અમુક યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. વાસ્તવમાં, કંપની દ્વારા આ પ્લાનને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી રહ્યું છે, જે ફક્ત થોડા જ Jio યુઝર્સ સુધી પહોંચી રહ્યું છે. જો તમે જાણવા માગો છો કે આ પ્લાન તમારા માટે ઉપલબ્ધ છે કે નહીં, તો તમે Jioની મોબાઈલ એપ પર જઈને ચેક કરી શકો છો.

જો તમને Jio ક્રિકેટ એડ-ઓન પ્લાન ન મળે તો તમારે નિરાશ થવાની જરૂર નથી. Jio આવા બીજા ઘણા પ્લાન ઓફર કરી રહ્યું છે જેમાં તમને IPL મેચ જોવાની સુવિધા મળશે. Jio નો 499 રૂપિયાનો પ્રીપેડ પ્લાન અને 25 રૂપિયાથી શરૂ થતા ડેટા પ્લાન તમારા માટે ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More