Home> Technology
Advertisement
Prev
Next

Airtel ને ટક્કર આપવા Jio લાવ્યું નવો પ્લાન! માત્ર 398 રૂપિયામાં ડેટા, કોલિંગ સાથે OTT નો ફાયદો

Jio 398 નો એક નવો પ્લાન લાવ્યું છે. તેમાં ઘણી ખાસિયત મળવાની છે. Jio TV Premium નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. 
 

Airtel ને ટક્કર આપવા Jio લાવ્યું નવો પ્લાન! માત્ર 398 રૂપિયામાં ડેટા, કોલિંગ સાથે OTT નો ફાયદો

નવી દિલ્હીઃ જિયોએ 398 રૂપિયાનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં તમને ઘણી ખાસિયત મળે છે. એરટેલને ટક્કર આપવા માટે જિયોએ નવ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં તમને ઘણી સુવિધાઓ મળશે. ડિસેમ્બરમાં કંપનીએ આ પ્લાન લોન્ચ કર્યો છે, તે પણ તેવા સમયમાં જ્યારે યુઝર સૌથી વધુ નેટ અને કોલિંગનો ઉપયોગ કરે છે. 

જો 398 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પરંતુ તેમાં સૌથી વધુ ડેટા મળે છે. કારણ કે આ પ્લાન દરરોજ 2જીબી ડેટા આપે છે. સાથે 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. એટલે કે એસએમએસની ચિંતા કરવાની જરૂર નથી. તેમાં Jio TV Premium નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ 15 રૂપિયાની શરૂ થાય છે Jio ના ખાસ પ્લાન, મળશે 50GB સુધી 5G ડેટા

પરંતુ છેલ્લા ઘણા સમયથી જિયો પોતાના પ્લાન્સમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું હતું. ખાસ કરી એવા યુઝર પર વધુ ફોકસ કરી રહ્યું હતું જે ઓટીટીનો વધુ ઉપયોગ કરે છે. હાલમાં જિયો તરફથી ઓટીટી પર ક્રિકેટ લાઇવ પણ શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ વાત છે કે તે માટે કોઈ સબ્સક્રિપ્શનની જરૂર નથી. તેવામાં કરોડો લોકોએ લાઇવ ક્રિકેટ મેચ જોઈ હતી. 

Jio 398  પ્લાનની વાત કરીએ તો તેમાં વેલિડિટી જરૂર ઓછી લાગી શકે છે. પરંતુ તેમાં ઘણી સુવિધાઓ મળી રહી છે. કારણ કે OTT Subscription પણ મળી રહ્યું છે. વાત ઓટીટી સબ્સક્રિપ્શનની કરીએ તો તેમાં Prime Video, Lionsgate Play, Discovery+, Docubay, Hoichoi, SunNXT, Planet Marathi, Chaupal, EpicON અને Kanccha Lanka નું સબ્સક્રિપ્શન મળવાનું છે. જો તમે પણ આ પ્લાન ખરીદવા ઈચ્છો છો તો માય જિયો એપથી ખરીદી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More