Home> Technology
Advertisement
Prev
Next

365 દિવસની વેલિડિટી, જિયો, એરટેલ અને VIની દમદાર ઓફર, જાણો વિગત

આજકાલ સસ્તા રિચાર્જ પ્લાનની સાથે લાંબી વેલિડિટીની ડિમાન્ડ વધી રહી છે. ત્યારે દેશની ત્રણ મુખ્ય ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને લાંબી એટલે કે એક વર્ષની વેલિડિટીવાળા પ્લાન ઓફર કરી રહી છે. 
 

365 દિવસની વેલિડિટી, જિયો, એરટેલ અને VIની દમદાર ઓફર, જાણો વિગત

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન્સ હવે પહેલા જેવા સસ્તા લાગતા નથી? ઈન્ટરનેટ, અનલિમિટે઼ કોલ્સ અને એસએમએસવાળા આ પ્લાન્સ ભલે તમને મોંઘા લાગતા હોય, પરંતુ પહેલાના મુકાબલે તમને ઘણી બધી સર્વિસ મળે છે. જો તમે પણ સસ્તા પ્લાન શોધી રહ્યાં હોવ તો દરેક ટેલીકોમ કંપનીઓના પોર્ટફોલિયોમાં તમને વિકલ્પ મળી જશે. 

જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા ત્રણેય ટેલીકોમ ઓપરેટરના લિસ્ટમાં ઘણા પ્લાન્સ સામેલ છે. ટેલીકોમ કંપનીઓ ઘણા અફોર્ડેબલ પ્લાન્સ પણ ઓફર કરે છે. 

જો તમે લોન્ગ ટર્મ વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યાં છો તો ટેલીકોમ ઓપરેટર્સ વધુ ઓપ્શન આપતા નથી. તેવામાં અમે જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. 

જિયોનો 365 દિવસની વેલિડિટીવાળો પ્લાન
લિસ્ટમાં સૌથી પહેલા ચર્ચા જિયોની કરીએ છીએ. કંપનીના પોર્ટફોલિયોમાં માત્ર બે પ્રીપેડ પ્લાન એવા છે, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 2879 રૂપિયાનો છે. જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. 

ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને 100 એસએમએસ મળે છે. સાથે યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. બીજો પ્લાન વધુ વેલ્યૂ ફોર મની રિચાર્જ ઓફર છે. 

આ પણ વાંચોઃ અમેરિકામાં Supersonic Jets પડાવશે બૂમ! હવે અમેરિકી આકાશમાં ઉડશે સુપરસોનિક પેસેન્જર વિમાન

રિચાર્જમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને 100 એસએમએસની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળે છે. તમે થોડો વધુ ખર્ચ કરી આ પ્લાન ખરીદી શકો છો. 

એરટેલનું એક વર્ષનું રિચાર્જ
જો તમે એરટેલ યૂઝર છો તો કંપની તમને એક સસ્તો ઓપ્શન આપી રહી છે. ટેલીકોમ ઓપરેટરના પોર્ટફોલિયોમાં 1799 રૂપિયાનો પ્લાન છે, જેમાં 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં કુલ 24 જીબી ડેટા મળે છે. આ સિવાય 3600 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. 

વીઆઈ રિચાર્જ પ્લાન
વોડાફોન આઈડિયા અને એરટેલના રિચાર્જ ઓપ્શન એક જેવા છે. વીઆઈના પ્રીપેડ પોર્ટફોલિયોમાં પણ સૌથી સસ્તો પ્લાન 1799 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝર્સને એક વર્ષની વેલિડિટી સાથે 24 જીબી ડેટા, 3600 એસએમએસ, અનલિમિટેડ કોલિંગ અને વીઆઈ મુવીઝ અને ટીવીનું સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More