Home> Technology
Advertisement
Prev
Next

Bluesky: બ્લુટિકના માતમ વચ્ચે જેક ડોર્સીએ એન્ડ્રોઈડ પર લોન્ચ કર્યો ટ્વિટરનો વિકલ્પ 'બ્લુસ્કાય'

Bluesky: ટ્વિટરના કો ફાઉન્ડર રહી ચૂકેલા જેક  ડોર્સીએ એક નવી એપ લોન્ચ કરી છે. જેને ટ્વિટરના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. આ એપનું નામ 'Bluesky' છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Bluesky: બ્લુટિકના માતમ વચ્ચે જેક ડોર્સીએ એન્ડ્રોઈડ પર લોન્ચ કર્યો ટ્વિટરનો વિકલ્પ 'બ્લુસ્કાય'

Twitter Alternative Bluesky: ટ્વિટરના કો ફાઉન્ડર અને પૂર્વ ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) જેક ડોર્સીએ નવી એપ્લિકેશન 'Bluesky' એન્ડ્રોઈડ પર લોન્ચ કરી. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ ડોર્સીની આ નવી એપ એલોન મસ્કના સ્વામિત્વવાળા માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના વિકલ્પ તરીકે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. 

એપની વેબસાઈટ મુજબ ભવિષ્યનું સોશિયલ ઈન્ટરનેટ યૂઝર્સને વધુ વિકલ્પ અને ક્રિએટર્સને 'પ્લેટફોર્મ્સથી આઝાદી' આપશે. જો કે આ એપ પર હાલ કામ ચાલુ છે અને તેને ફક્ત 'ઈનવાઈટ કોડ' દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. વેબસાઈટે કહ્યું કે અમે એટી પ્રોટોકોલનું નિર્માણ કરી રહ્યા છીએ, સોશિયલ નેટવર્કિંગ માટે એક નવો પાયો કે જે ક્રિકેટર્સને પ્લેટફોર્મ્સથી સ્વતંત્રતા, ડેવલપર્સને નિર્માણ કરવાની સ્વતંત્રતા અને ઉપયોગકર્તાઓને તેમના અનુભવમાં એક વિકલ્પ આપે છે. 

અત્રે જણાવવાનું કે ડોર્સીએ ટ્વિટરથી મળેલા પૈસાનો ઉપયોગ કરતા 2019માં બ્લુસ્કાયને એક સાઈડ પ્રોજેક્ટ તરીકે વિક્સિત કરવાનું કામ શરૂ કર્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં તેને પહેલીવાર iOS યૂઝ્સ માટે રોલ આઉટ કરાયું હતું. TechCrunch મુજબ ટ્વિટર પર ઉપલબ્ધ લાઈક કે બુકમાર્કની નિગરાણી, ટ્વિટરને સંશોધિત કરવા, કોટ-ટ્વિટિંગ, ડાઈરેક્ટર મેસેજ અને હેશટેગનો ઉપયોગ કરવા જેવી સુવિધાઓ હાલ લોન્ચના સમયે Bluesky માં ઉપલબ્ધ નથી. 

બાઈક અને ગાડી છોડો શું તમારે લોન પર લેવું છે એરોપ્લેન? જાણો કેટલામાં પડશે વિમાન

Netflix નો સૌથી સસ્તો પ્લાન ભારતમાં ક્યારે થશે લોન્ચ? જાણો કેટલી હશે કિંમત

Elon Musk એ આપ્યો દુનિયાને ઝટકો! જાણો કેમ હટાવી લીધું Twitter પરથી બ્લુ ટિક

એવું કહેવાય છે કે આ બાબતો એપને ટ્વિટરનું એક વધુ સુવ્યવસ્થિત સંસ્કરણ બનાવશે. રિપોર્ટ મુજબ આ એપ્લિકેશનની માંગણી ધીરે ધીરે વધી રહી છે અને હાલમાં તેના 20,000 સક્રિય યૂઝર્સ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More