Home> Technology
Advertisement
Prev
Next

શું તમારો ડેટા જલ્દી વપરાઈ જાય છે? આ ટિપ્સ તમને જબરદસ્ત કામ લાગશે

Smartphone Tips: એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી એપ્લિકેશન સૌથી વધુ ડેટા યુઝ કરે છે. આ માટે સેટિંગ્સમાં જઈને બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રિક્ટ કરી દેવથી તમે ડેટાને બચાવી શકો છો. એટલે કે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો ત્યારે જ આ એપ્સ ખુલશે બાકી બંધ રહેશે.

શું તમારો ડેટા જલ્દી વપરાઈ જાય છે? આ ટિપ્સ તમને જબરદસ્ત કામ લાગશે

Smartphone Tips: પાછલા થોડા સમયથી મોબાઇલ ડેટાના વપરાશમાં ખૂબ જ વધારો થયો છે. એકબાજુ ડેટા સસ્તો થયો છે તો બીજીબાજુ તેનો વપરાશ પણ તેટલી જ માત્રામાં વધ્યો છે. તેનું કારણ છે કે તમારા મોબાઇલમાં રહેલી એપ્સ હવે પહેલાની સરખામણીએ વધુ ડેટા વાપરે છે. સતત એપ્સના અપડેટ આવતા રહે છે. હવે વેબ સર્ફિંગમાં પણ ટેક્સ્ટની જગ્યાએ તમને વીડિયો અને ગ્રાફિક્સ જ જોવા મળે છે જે વધુ ડેટા યુઝ કરે છે.ત્યારે અમે આજે તમને એવી કેટલીક ટિપ્સ અંગે જાણકારી આપીશું જે તમારા મોબાઇલ ફોનમાં ડેટાનો ઉપયોગ ઘટાડે અને તેમ છતા તમારા બધા જ મહત્વના કામ બરાબર જ પૂર્ણ થાય.

એપ્સને વાઈફાઈ દ્વારા જ કરો અપડેટ 
લાઇટ વર્ઝન એપ્સ
રિસ્ટ્રિક્ટ બેકગ્રાઉન્ડ ડેટા
ડેટાના વપરાશની લિમિટ બાંધી દો
વીડિયો રિઝોલ્યુશન કરો એડ્જસ્ટ
વીડિયો-ફોટોના ઓટો-ડાઉનલોડથી બચો
નોટિફિકેશનને કરો કંટ્રોલ
ઓફલાઇન એપ્સનો કરો ઉપયોગ

આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ
આ પણ વાંચો: Gold Price: શું 60,000ને પાર થઈ શકે છે સોનાનો ભાવ? જાણો સોનાના ભાવ વધવાના કારણ

1.   એપ્સને વાઈફાઈ દ્વારા જ કરો અપડેટ 
મોબાઇલ ડેટાના વપરાશને ઓછો કરવા માટે એક મહત્વ પૂર્ણ રસ્તો છે ઓટોમેટિક એપ્સના અપડેટને ડિસેબલ કરવું.  અથવા ડુ નોટ ઓટો અપડેટ એપ્સને પણ સિલેક્ટ કરી શકો છો.

2.  લાઇટ વર્ઝન એપ્સ
જી હાં, આ પણ એક રસ્તો છે તમારા ડેટાને સેવ કરવાનો. આજકાલ મોટાભાગની એપ્સના લાઇટ વર્ઝન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જેમાં ફેસબુક લાઇટ, મેસેન્જર લાઇટ, ટ્વિટર લાઇટ જેવી એપ્સ સામેલ છે. આ એપ્સ સ્ટોરેજમાં પણ ઓછી જગ્યા રોકે છે.

3.  રિસ્ટ્રિક્ટ બેકગ્રાઉન્ડ ડેટા
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી એપ્લિકેશન સૌથી વધુ ડેટા યુઝ કરે છે. આ માટે સેટિંગ્સમાં જઈને બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રિક્ટ કરી દેવથી તમે ડેટાને બચાવી શકો છો. એટલે કે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો ત્યારે જ આ એપ્સ ખુલશે બાકી બંધ રહેશે. કઈ એપ્સનો ડેટા બંધ કરવો જોઈએ તે ચેક કરવા માટે ડેટા યુસેજમાં જઈને તમે આ ઓપ્શનને જોઈ શકો છો.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ

4.  ડેટાના વપરાશની લિમિટ બાંધી દો
શું તમને ખબર છે કે તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં કેટલો ડેટા યુઝ કરવો તેની લિમિટ બાંધી શકો છો? આ માટે સેટિંગ્સમાં જઈને ડેટા યુસેજ પર ક્લિક કરો. જ્યાં તમને બિલિંગ સાયકલ દેખાશે જેમાં ડેટા લિમિટ પર જઈને તમે મહત્તમ સીમા નક્કી કરી શકો છો. આ સાથે જ ઓટોમેટિક ડિસકનેક્શનનો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. એટલે કે જેવી ડેટા લિમિટ ખતમ થશે ઓટોમેટિક ઇન્ટરનેટનો ઓપ્શન બંધ થઈ જશે.

5.  વીડિયો રિઝોલ્યુશન કરો એડ્જસ્ટ
ઓનાલાઇન વીડિયો સ્ટ્રિમિંગ આજકાલ ખૂબ ઝડપે વધી રહ્યું છે પરંતુ જો તમારે ઓનલાઇન જ વીડિયો જોવો હોય તો તેના રિઝોલ્યુશન સેટ કરી લો જેનાથી ડેટા યુઝ બચી જશે. HD રિઝોલ્યુશન ડેટાની વધુ ખપત કરે છે માટે જ્યારે વાઈફાઈ પર હોવ તો ઠીક છે અન્યથા લો રિઝોલ્યુશન સેટ કરી લેવું જોઇએ.

6.  વીડિયો-ફોટોના ઓટો ડાઉનલોડથી બચો
વોટ્સએપ જેવી મેસેજિંગ એપમાં ઘણીવાર ઢગલાબંધ વીડિયો અને ફોટોઝ મોકલવામાં આવતા હોય છે જેમાંથી ઘણા વીડિયો એવા હોય છે જે રીપિટ થતા હોય ત્યારે જો ઓટો ડાઉનલોડ ઓન હોય તો તમારા ડેટાનો ખોટો ખર્ચ થશે આ માટે આવી એપના સેટિંગ્સમાં જઈને ઓટો ડાઉનલોડ ઓવર વાઈફાઈ ઓન્લી ઓપ્શન સિલેક્ટ કરો.

આ પણ વાંચો: ઉંમરની પહેલાં જ થઈ રહ્યા છે સફેદ વાળ? તો આ દેશી ઉપચારથી મળશે મદદ
આ પણ વાંચો: 4 લાખનો શર્ટ, 80 હજારના મોજા, કોટ ખરીદવા માટે તો આખા વર્ષનો પગાર નીકળી જાય
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો અને ખાવાના શોખિન છો તો આ ખાવાનો ટેસ્ટ કરી લેજો,આંગળીઓ ચાટતા થઈ જશો

7.  નોટિફિકેશનને કરો કંટ્રોલ
શું તમારા સ્માર્ટફોનમાં અનેક એપ્સના નોટિફિકેશન આવે છે? શું તમને લાગે છે કે આ નોટિફિકેશન તમારા કોઈ કામના નથી તો તેને બંધ કરી દેવા જોઈએ. જે તે એપ્સના સેટિંગ્સમાંથી તમે પુશ નોટિફિકેશન બંદ કરી શકો છો જેનાતી ડેટાનો ઉપોયોગ ઓછો થાય છે.

8.  ઓફલાઇન એપ્સનો કરો ઉપયોગ
ગૂગલ ડોક્સ અને ગૂગલ મેપ્સ જેવી અનેક એપ્સ છે જેને ઓફલાઇન ઉપયોગ કરી શકાય છે ત્યારે આવી એપને ઓફલાઇન જ યુઝ કરવી જોઈએ. તો ઓનલાઇન મ્યુઝિક સ્ટ્રિમિંગ એપ્સમાં પણ ઓફળાઇન સેવિંગનો વિકલ્પ મળે છે. એટલે જ્યારે પણ તમે વાઇફાઇ પર હોવ ત્યારે સોંગ્સ અથવા મેપ્સ કે ડોક્સ જેવી વસ્તુઓ ડાઉનલોડ કરીને સેવ કરી લો. જે બાદ તમને ઇન્ટરનેટની જરુર નહીં પડે.

આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More